Republic Day - 2019

25 December 2018

ઈસરો


ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન


     (ઈસરો) ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનએ ભારતનું રાષ્ટ્રીય અંતરીક્ષ સંસ્થાન કેન્દ્ર છે. જેનું મુખ્ય મથક બેંગલોર ખાતે આવેલ છે. તેની સ્થાપના ૧૫ ઓગસ્ટ ૧૯૬૯માં કરવામાં આવી હતી. તેમાં વર્તમાન ચેરમેન પદ પર શ્રી. જી. નૈયર છે. અહીં ભારતીય તેમજ ભારતની બહારના અવકાશયાન પણ અવકાશમાં મોકલવામાં આવે છે. ઈસરોનો સમાવેશ વિશ્વની સૌથી મોટી ૬ સરકારી સ્પેસ એજન્સીઓમાં થાય છે, જેમાં તેની સાથે NASA, ESA, CNSA, અને JAXA નો પણ સમાવેશ છે. તેનો પ્રાથમિક હેતુ સ્પેસ ટેકનોલોજીને આગળ વધારવાનો અને તેના એપ્લિકેશન્સનો ઉપયોગ રાષ્ટ્રીય લાભ માટે કરવાનો છે.
   ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટને ઈસરો દ્વારા બાંધવામાં આવ્યું હતું અને ૧૯૭૫માં સોવિયેત યુનિયન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia