આંધ્ર પ્રદેશમાં આવેલી
બેલુમની કુદરતી ગુફા ભારતની સૌથી લાંબી ગુફા છે. જમીનના પેટાળમાં વહેતા પાણીથી ખડક કોતરાઈને
બનેલી આ ગુફા ૩૨૨૯ મીટર લાંબી છે.
ગુફામાં સાંકડા રસ્તા અને તાજા પાણીના કુંડ છે, ગુફા કાળા ચૂનાના પથ્થરોની બનેલી છે. ગુફાનું સૌથી વધુ ઊંડાણ ૧૫૦ ફૂટ છે. આ સ્થળને પાતાળગંગા કહે છે. ઇ.સ. ૧૮૮માં આ ગુફાઓની શોધ થઈ હતી.

બેલુમમાં ઘણી જોવા લાયક રચનાઓ છે.
સાંકડું સિંહના
મોંના આકારનું બિલ્લી દ્વાર,
શિવલિંગ આકારના
સ્થંભ, જમીનમાં અદૃશ્ય થઈ જતું ઝરણું પાતાળગંગા, એક ગુફામાં તો લાંકડી પછાડીએ તો સાત સૂરોના અવાજ સંભળાય છે.
તેને સપ્તસ્વરા ગુફા કહે છે. ગુફાના પ્રવેશ દ્વાર નજીક ધ્યાન મંદિર છે. જેમાં બૌધ્ધ સાધુઓ રહેતા હોવાનું મનાય છે. બેંગાલુરુ થી ૩૦૦ કિમીના અંતરે આવેલી આ ગુફાઓ જોવા જેવી છે.

સૌજન્ય : gujaratsamachar