ભારતનાં હિન્દી ભાષાનાં
એક મહાન કવિ શ્રી મૈથિલીશરણ ગુપ્ત થઇ ગયાં. જેમને રાષ્ટ્રકવિનું ગૌરવ પ્રદાન થયું
છે. તેમનો જન્મ ૩ ઓગસ્ટ, ૧૮૮૬ના શેઠ
રામચરણદાસ કનકને ત્યાં થયો. ઘરમાં જમીનદારી અને ઘીની દલાલી હતી. આ સંપન્ન
વાતાવરણમાં તેમનું બાળપણ સુખપૂર્વક વિત્યું.
તેમનાં પિતાએ પ્રારંભિક
શિક્ષણ માટે મદ્રેસા મોકલવામાં આવ્યા પણ મદ્રેસામાં તેમનું મન ન લાગ્યું. છેલ્લે તેમનાં પિતાએ આગળ ભણવા માટે ઝાંસી સ્થિત
મેકડોનલ સ્કુલમાં મૂક્યાં. ત્યાં પણ મન ન લાગતાં ચિરગાંવ પાછાં ફર્યા. અહી તેમનું
અધ્યયન કરવા લાગ્યા. તેમણે સંસ્કૃત, બંગાળ, અને ઉર્દૂનો સારો અભ્યાસ કરી લીધો.
ત્યાર બાદ ગુપ્તજીએ
મુન્શી અજમેરી સાથે તેમની કાવ્ય પ્રતિભાને નિખારી. ઝાંસીમાં તે દિવસે આચાર્ય
મહાવીર પ્રસાદ દ્રિવેદી રેલ્વેમાં તારબાબૂ હતાં. તેમનાં સંપર્કમાં આવતાં તેમણે
લખવાનું શરૂ કરી દીધું. તેમનાં સાહિત્યમાં રાષ્ટ્રની અને રાષ્ટ્રભાષામાંથી પ્રેમની
સુગંધ આવતી. તેમને પોતાની ભાષા, બોલી, ક્ષેત્ર, વેશભૂષા અને પરંપરા પર ગર્વ હતો. સંત જેવાં ઉદાર અને
વિશાળના હ્રદયને કારણે તેમને કોઈ પણ સામાન્ય માણસ મળી શકતું. રાષ્ટ્રકવિનાં રૂપમાં
ખ્યાતિ મળી ગયાં બાદ પણ અહંકાર તેમને અડી ના શક્યો. તેમની રચનાઓની સંખ્યા ઘણી જ
વધારે છે, પણ તેમને વિશેષ
ખ્યાતિ 'ભારત-ભારતી'થી મળી. ભારત
ભારતીના અમર ગાયકનું નિધન ૧૨ ડિસેમ્બર ૧૯૬૪નાં ચિરગાંવમાં થયું.
સૌજન્ય : gujaratsamachar