Republic Day - 2019

30 December 2018

40 રોગની રસીનો શોધક: મોરિસ હિલમેન




રસી અનેક રોગોને બચાવે છે. વાઈરસથી થતાં ઘણા રોગોથી પણ રસી બચાવે છે. રસીકરણ વિશે આપણે ઘણું જાણીએ છીએ. ઘણા સંશોધકોએ વિવિધ રસીની શોધ કરેલી તેમાં મોરિસ હિલમેન અગ્રણી છે.

તેણે શિતળા, હિપેટાઈટીસબી, અને મેનેન્જાઈટીશ જેવા આઠ જીવલેણ રોગ ઉપરાંત અન્ય ૪૦ રસીની શોધ કરેલી.
મોરિસ હિલમેનનો જન્મ અમેરિકાના મોન્ટાના રાજ્યના માઈલ્સ શહેરમાં ઇ.સ.૧૯૧૯ ના ઓગસ્ટની ૩૦ તારીખે થયો હતો. હિલમેનના જન્મ પછી તરત જ તેની માતાનું અવસાન થયું તેથી તેનો ઉછેર તેના કાકાને ઘેર થયો હતો. તેના કાકા મરઘા ઉછેરતા હિલમેનને બાળપણથીજ મરઘાંનો અભ્યાસ કરવાની તક મળેલી.
મોરિસ ચર્ચની લાયબ્રેરીમાં વાંચવા જતો ત્યાં તેણે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ વિશે વાંચ્યું અને પ્રભાવિત થયો. ભણવામાં હોશિયાર હોવાથી તેને અનેક સ્કોલરશીપ મળેલી, મોન્ટાના યુનિવર્સિટીમાંથી તે માઈક્રોબોયોલોજીમાં ડોક્ટર બન્યો.

ડોક્ટર બન્યા બાદ તેણે ૧૯૪૮થી ૧૯૫૮ સુધી સેનામાં ડોક્ટર તરીકે સેવા આપી. બીજા વિશ્વયુધ્ધ દરમિયાન તેણે એન્ફલ્યુએન્ઝાની રસી શોધી જેનાથી સંખ્યાબંધ સૈનિકોનાં જીવ બચી ગયા. આ શોધથી તે પ્રસિધ્ધ થયો તેને સેનાનો ઉચ્ચ મેડલ એનાયત થયેલો.
૧૯૫૭માં હિલમેન દવા ઉત્પાદક કંપનીમાં સંશોધક તરીકે જોડાયો તેણે આઠ જીવલેણ અને ૪૦ અન્ય રોગોની રસીની શોધ કરી માનવજાતની અમૂલ્ય સેવા કરી. હિલમેન સખત મહેનતુ હતો. તે હંમેશા લશ્કરી ધોરણે કામ કરતો. નિવૃત્ત થયા પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાં સલાહકાર તરીકે સેવા આપેલી. ૨૦૦૫ના એપ્રિલની ૧૧ તારીખે તેજ અવસાન થયું હતું.

સૌજન્ય : gujaratsamachar