તાજ મહેલ, તાજ મહાલ કે તાજ
મહલ ભારતના આગ્રા શહેરમાં સ્થિત એક મકબરો છે. તેનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ
પોતાની પત્ની મુમતાજ મહેલની યાદમાં કરાવડાવ્યું હતું.
તાજ મહેલ મોગલ
વાસ્તુકળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. તેની વાસ્તુશૈલીમાં ફારસી, તુર્ક તથા ભારતીય
ઇસ્લામિક વાસ્તુકળાના ઘટકોનું અનોખું સંમિલન દેખાય છે. ઈ.સ. ૧૯૮૩માં તાજ મહેલ
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ બન્યું અને તે સાથે તેને વિશ્વ ધરોહરની સર્વત્ર
પ્રશંસિત અત્યુત્તમ માનવીય કૃતિઓમાંનું એક કહેવામાં આવ્યું. તાજ મહેલને ભારતની
ઇસ્લામી કળાનું રત્ન પણ ઘોષિત કરાવામાં આવ્યો છે.
તાજ મહેલનો સફેદ ઘુમ્મટ
આરસના પથ્થરોથી જડેલો છે. તાજમહેલ ઇમારત સમૂહની સંરચનાની ખાસ વાત એ છે કે તે
પૂર્ણતઃ સંમિતીય (પ્રતિરૂપતા ધરાવે) છે. તાજ મહેલનું બાંધકામ ઇ. સ. ૧૬૫૩ માં પૂર્ણ
થયું હતું. તાજ મહેલની બાંધવામાં ૨૦,૦૦૦ કારીગરોને કામે લેવામાં આવ્યા હતા અને
તેનું નિરિક્ષણ અમુક સ્થપતિઓએ સામુહિક રીતે કર્યું હતું. ઉસ્તાદ અહમદ લાહૌરી આ
સ્થપતિ સમુહના વડા હતા.
સૌજન્ય : wikipedia