કપડાં અને પુસ્તકોને
કાતરી ખાનારા ઉંદર ઉપદ્રવી પ્રાણી છે તે ઘરમાં હોય તે કોઈને ન ગમે. તમે નહીં માનો પણ ૪૦૦ થી વધુ
ફિલ્મો અને ટીવી શ્રેણીમાં કાર્ટૂન
તરીકે ચમકીને તે
લોકપ્રિય થયેલું પ્રાણી છે.
ઉંદરની દૃષ્ટિ નબળી હોય છે એટલે તે ઘડીએ ઘડીએ માથું હલાવ્યા કરે છે. ઉંદરના પગમાં ચાર આંગળી હોય છે તેને અંગુઠો હોતો નથી. ચાલતી વખતે તેના પગમાંથી ખાસ પ્રકારનું પ્રવાહી જમીન પર પડે છે તેની ગંધથી તે પાછા ફરવાનો રસ્તો શોધી શકે છે. તે પાણીમાં સારી રીતે તરી શકે છે. ઉંદરની આંખોમાં પોર્ફીટીન નામનું લાલ દ્રવ્ય હોય છે તે અંધારામાં ચમકે છે. ઉંદરની પૂંછડી તેનું વિશિષ્ટ અને ઉપયોગી અંગ છે. પૂછડી તેના શરીરનું તાપમાન જાળવે છે. અને સાંકડી ધાર ઉપર દોડતી વખતે સમતોલન જાળવે છે. ઉંદરના દાંત મજબૂત હોય છે. તે મજબૂત લાકડા કે ધાતુના પતરાંને પણ કાતરી શકે છે.
ઊંદર બુધ્ધિશાળી પ્રાણી છે. તેને ઘણી બધી જાતની તાલીમ આપી શકાય છે. વિજ્ઞાનીઓ અને માનસશાસ્ત્રીઓ માટે ઉંદર સૌથી વધુ અભ્યાસ માટેનું માધ્યમ છે.

સૌજન્ય : gujaratsamachar