માણસની આંખો લાખો પ્રકારના રંગ પારખી શકે છે.
માણસની આંખ ડિજિટલ કેમેરા સાથે સરખાવીએ તો તે પણ ૬ મેગાપિક્સલની ગણાય.
માણસની જાગૃત અવસ્થાનો ૧૦ ટકા ભાગ આંખ પટપટાવવામાં વપરાય છે.
ગોલ્ડફિશ સહિત મોટા ભાગની માછલીઓને આંખના પોપચાં હોતાં નથી.
શાહમૃગની આંખ તેના મગજ કરતા મોટી હોય છે.
ઘણા માણસોને ભૂરી આંખો હોય છે. પરંતુ પ્રાણીઓમાં માત્ર બ્લેક લેમૂરને જ ભૂરી આંખ જોવા મળે છે.
મધમાખીને માથામાં પાંચ આંખો હોય છે.
કાચિંડાં પોતાની બંને આંખ એક સાથે જુદી જુદી દિશામાં ફેરવી શકે છે.
માણસો સામી વ્યકિતની આંખના હાવભાવ પારખી શકે છે. પ્રાણીઓમાં માત્ર કૂતરાને જ આવી શક્તિ છે. કૂતરા માણસની આંખોના હાવભાવ પારખી શકે છે.
બિલાડીની આંખો પર ત્રણ પોંપચા હોય છે.
તદ્દન અંધકારમાં ખૂલ્લી આંખે માત્ર કાળો રંગ દેખાય છે. વિજ્ઞાનીઓ તેને 'બ્રેનેગ્રે' રંગ કહે છે.
માણસની આંખની પાંપણો વારાફરતી ખરીને ૬૪ દિવસે નવી આવે છે.
સૌજન્ય : gujaratsamachar