Republic Day - 2019

30 December 2018

રણ પીદ્દો

શ્યામકંઠ રણ પીદ્દો – Desert chat / desert wheatear

શ્યામકંઠ રણ પીદ્દાને ફૂટડુ પંખી કહી શકાય. નરનું માથું અને પીઠ આછાં બદામી. નેણ ધોળી. કેદ અને ઢીંઢું પીળચટ્ટા ધોળા. પૂંછડી કાળી. પાંખો કાળાશપડતી બદામી. ગળું, કર્ણપ્રદેશ, છાતી કાળા. બાકીનું પેટાળ મેલું ધોળું. માદા મુખ્યત્વે બદામી રંગની. પૂંછડી અને પાંખમાં કાળાને બદલે ધુમાડીયો રંગ.
શ્યામકંઠ રણ પીદ્દાની માદા ઉજળા પીદ્દાને ઘણી મળતી આવે. તફાવત જોઈએ તો શ્યામકંઠ રણ પીદ્દાની માદાની પૂંછડી ધુમાડિયા કાળા રંગની અને ઢીંઢું પીળચટ્ટા ધોળાં. જયારે ઉજળા પીદ્દાની પૂંછડીના વચ્ચેના પીંછાં અને ઢીંઢું સ્પષ્ટ સફેદ.  બંનેને જુદા ઓળખવાની આ મુખ્ય નિશાની. પણ વગડામાં બંનેને અલગ ઓળખવા અઘરા. ચાંચ અને પગ કાળા અને ટૂંકા. શ્યામકંઠ રણ પીદ્દાનું ગાન કરુણની છાંટવાળું પણ મીઠું.
ઉજ્જડ વગડા, વેરણ મેદાનો, ખુલ્લા પ્રદેશો અને રણકાંઠે ઠીક ઠીક સુલભ આ પંખી કાશ્મીર, લડાખ, મધ્ય અને પશ્ચિમ એશિયાથી શિયાળામાં આપણે ત્યાં આવે અને વસંત આવતાં પાછું પોતાના વતન જતું રહે. શિયાળું મુલાકાતી. વ્યાપક.
સૌજન્ય: લાલસિંહ રાઓલ  (વીડ વગડાના પંખી)