Republic Day - 2019

30 December 2018

ઠંડીથી રક્ષણ: ગરમ કપડાંનું વિજ્ઞાન



ઠંડી સામે રક્ષણ મેળવવા ઉનના બનેલા સ્વેટર ટોપી વગેરે ઉપયોગી થાય છે. આ કપડા પહેરવાથી શરીરમાં હૂંફ મળે છે એટલે આપણે તેને ગરમ કપડાં કહીએ છીએ પરંતુ ખરેખર તે ગરમ હોતા નથી. ગરમીના અવાહક હોવાથી શરીરની ગરમીને બહાર જતી રોકે છે.
ગરમી રેડિએશન છે. તે આપમેળે માધ્યમમાં આગળ વધે છે. ગરમ ચ્હા ભરેલો કપ થોડી વાર બહાર પડયો રહે તો ચ્હા ઠંડી થઈ જાય.

તેમાંની ગરમી વહીને આસપાસની હવામાં ભળી જાય છે. આસપાસનું વાતાવરણ વધુ ઠંડું હોય કે તાપમાન નીચું હોય ત્યારે આ ક્રિયા ઝડપી બને છે એટલું જ નહીં ગરમ ચ્હા વધુ ઠંડી થઈ જાય છે.

આ જ રીતે આપણા શરીરમાંથી ગરમી વહીને બહારની ઠંડી હવામાં  ભળતી હોય છે. શિયાળામાં આ ક્રિયા વધુ ઝડપથી થાય છે એટલે આપણને ઠંડી લાગે છે. ગરમી હવા અને ધાતુના માધ્યમમાંથી ઝડપથી આગળ વધે છે પરંતુ ઉનના રેસામાંથી ગરમી પસાર થઈ શકતી નથી.

કપાસના રેસામાં પણ આવો ગુણ છે પરંતુ તેમાં ઓછી ક્ષમતા છે. આપણા શરીરની આસપાસ ઉનનું આવરણ શરીરની ગરમીને બહાર જતી રોકી ગરમી જાળવી રાખે છે. ઉનના કપડાં વાતાવરણની હવા અને પવનના સીધા સંપર્કથી બચાવે છે. આમ ઉનના કપડાં આપણા શરીરને ત્રણ રીતે ઠંડીથી રક્ષણ આપે છે.

 સૌજન્ય : gujaratsamachar