સાંચી ભારત ના મધ્ય
પ્રદેશ રાજ્યના રાયસેન જિલ્લામાં સ્થિત એક નાનકડું ગામ છે. આ સ્થળ ભોપાલથી ૪૬ કિ.મી.
પૂર્વોત્તરમાં, તથા બેસનગર અને
વિદિશાથી ૧૦ કિ.મી. દૂર મધ્ય-પ્રદેશ ના મધ્ય ભાગમાં સ્થિત છે. અહીં ઘણાં બૌદ્ધ
સ્મારક છે, જે ત્રીજી
શતાબ્દી ઈ.પૂ થી બારમી શતાબ્દી વચ્ચે ના કાળ ની છે. સાંચી માં રાયસેન જિલ્લાની એક
નગર પંચાયત છે. અહીં એક મહાન સ્તૂપ સ્થિત છે. આ સ્તૂપ ને ઘેરતા ઘણાં તોરણ પણ બનેલા
છે. આ પ્રેમ, શાંતિ, વિશ્વાસ અને
સાહસના પ્રતીક છે. સાંચી નો મહાન મુખ્ય સ્તૂપ, મૂળતઃ સમ્રાટ અશોક મહાન એ ત્રીજી સદી, ઈ.પૂ. માં
બનાવડાવ્યો હતો. આના કેન્દ્રમાં એક અર્ધગોળાકાર ઈંટ નિર્મિત ઢાંચો હતો, જેમાં ભગવાન
બુદ્ધ ના અમુક અવશેષ રાખ્યાં હતાં આના શિખર પર સ્મારક ને દેવાયેલ ઊંચ્ચ સન્માન ના
પ્રતીક રૂપી એક છત્ર હતું.
આ સ્તૂપ માં એક સ્થાન પર
બીજી શતાબ્દી ઈ.પૂ. માં તોડ઼ફોડ઼ કરાઈ હતી. આ ઘટના શુંગ સમ્રાટ પુષ્યમિત્ર શુંગના
ઉત્થાન સેને જોડી જોવાય છે. એમ મનાય છે કે પુષ્યમિત્ર એ આ સ્તૂપ નો ધ્વંસ ક્ર્યો
હશે, અને પછી, તેના પુત્ર
અગ્નિમિત્ર એ આને પુનર્નિર્મિત કરાવડાવ્યું હશે. શુંગ વંશના અંતિમ વર્ષોંમાં, સ્તૂપ ના મૂળ રૂપ
ના લગભગ બમણા વિસ્તાર પાષાણ શિલાઓં થી કરાયું હતું. આના ગુમ્બદને ઊપરથી ચપટો કરી, તેની ઊપર ત્રણ
છત્રીઓ, એક ની ઊપર બીજી
એમ બનાવડાવાઈ હતી. આ છત્રીઓ એક ચોરસ મુંડેરની અંદર બની હતી. પોતાના ઘણા માળ સહિત, આના શિખર પર ધર્મ
નો પ્રતીક, વિધિનું ચક્ર
લાગેલ છે. આ ગુમ્બદ એક ઊંચા ગોળાકાર ઢોલ રૂપી નિર્માણ ની ઊપર લાગેલ હતું. આની ઊપર
એક બે-માળ સીડીથે પહોંચી શકાતું હતું. ભૂમિ સ્તર પર બનેલ બીજી પાષાણ પરિક્રમા, એક ઘેરા થે
ઘેરાયેલ હતી. આની વચ્ચે પ્રધાન દિશાઓની તરફ ઘણા તોરણ બનેલ હતા. દ્વિતીય અને તૃતીય
સ્તૂપની ઇમારતો શુંગ કાળ માં નિર્મિત પ્રતીત થાય છે, પરન્તુ ત્યાં મળેલ શિલાલેખ અનુસાર ઉચ્ચ સ્તરના
અલંકૃત તોરણ શુંગ કાળ ના નથી, આ બાદ ના સાતવાહન વંશ દ્વારા બનવાયા હતા. આ સાથે જ ભૂમિ
સ્તરની પાષાણ પરિક્રમા અને મહાન સ્તૂપ ની પાષાણ આધારશિલા પણ તે કાળ નું નિર્માણ
છે.
સૌજન્ય : wikipedia