Republic Day - 2019

28 December 2018

બુધ્ધિમત્તાના આંકનો શોધક: આલ્ફ્રેડ બિને



ક્યૂ' એટલે ઇન્ટેલિજન્ટ કવોશન્ટ બુધ્ધિમત્તાના આંક તરીકે જાણીતો છે. બુધ્ધિમત્તાના આંકનો ઉપયોગ ઘણા ક્ષેત્રમાં થાય છે.

વિદ્યાર્થીઓમાં અભ્યાસની ગ્રહણશક્તિ, નોકરીમાં માણસની ક્ષમતા, કોઈ પ્રદેશના લોકો કે સમૂહનો બુધ્ધિઆંક કે અન્ય ક્ષેત્રોમાં માણસની બૌધ્ધિક ક્ષમતા જાણવા માટે આ ટેસ્ટ વપરાય છે.

ટેસ્ટમાં ક્યારેક ચિત્રો દર્શાવીને, ઉખાણાં કે પઝલ્સ પૂછીને, સામાન્ય જ્ઞાન, શબ્દભંડોળ ગણિતના ઉખાણા વગેરેના સવાલ કરી તેનું વિશ્લેષણ કરી બુધ્ધિમત્તાનો આંક દર્શાવાય છે. ઘણા વિજ્ઞાનીઓએ પોતપોતાની પધ્ધતિઓ વિકસાવી છે.

પરંતુ બુધ્ધિમત્તાના આંકની પ્રથમ શોધ આલ્ફ્રેડ બિને અને થિયાડોટા સિમોન નામના વિજ્ઞાનીઓએ કરેલી તેને આલ્ફ્રેડ સિમોન ઇન્ટેલિજન્ટ ટેસ્ટ કહે છે. બિને મનોવિજ્ઞાની હતો તેણે શાળાના વિદ્યાર્થીઓની ગ્રહણ ક્ષમતા માટે આ પધ્ધતિ વિકસાવેલી.
આલ્ફ્રેડ બિનેનો જન્મ ફ્રાન્સમાં નાઈસ શહેરમાં ઇ.સ.૧૮૫૭ના જુલાઈની ૮ તારીખે થયો હતો. તેના બાળપણ દરમિયાન જ માતાપિતા એ છૂટા છેડા લીધાં હતા. બિનેનો ઉછેર તેની માતાએ કર્યો હતો. સ્થાનિક લૂઈસ ગ્રાન્ડ સ્કૂલમાં તેણે માધ્યામિક અભ્યાસ કર્યો હતો. શાળામાં તે બુધ્ધિશાળી વિદ્યાર્થી તરીકે જાણીતો હતો.

સાહિત્ય અને અનુવાદની હરીફાઈઓમાં તેને ઘણાં ઇનામ મળેલા. બિનેને કાયદા અને તબીબી વિજ્ઞાનનો શોખ હતો. ભણવા માટે તેણે કાયદાનો અભ્યાસ કર્યો. અને ડિગ્રી મેળવી પણ કારકિર્દીમાં મનોવિજ્ઞાન ક્ષેત્ર પસંદ કર્યું. ફ્રાન્સના પ્રખ્યાત બિબિલિઓ થિક ડી ફ્રાન્સમાં તેને મનોવિજ્ઞાનના સંશોધનો કરવાની મંજૂરી મળી.

ઇ.સ.૧૮૮૪માં તેણે લગ્ન કર્યા. તેને બે બાળકીઓ હતી. બિને એ તેની પુત્રીઓના વર્તન સમજદારી વગેરેનો ઊંડો અભ્યાસ કરી બાળમાનસ અંગે ઘણાં સંશોધનો કર્યા. ઇ.સ. ૧૮૯૦માં સોર્બોન- લેબરેટરીના વડા તરીકે તેને નિમણૂક મળી.

સરકારે પણ તેના સંશોધનોમાં ઘણી મદદ કરી. ફ્રાન્સ સરકારના શિક્ષણથી વંચિત રહેતા બાળકોના પંચમાં તેની નિમણૂક થઈ. આ દરમિયાન તેણે સિમોનની મદદથી બાળકોની ભણવાની ક્ષમતાની કસોટી માટે પધ્ધતિનો પાયો નાખ્યો.
સિમોને માણસના વર્તન અંગે અભ્યાસ અને સંશોધનો કર્યા હતા. ઇ.સ.૧૯૧૧ના ઓકટોબરની ૧૮ તારીખે તેનું અવસાન થયું હતું. 

સૌજન્ય : gujaratsamachar