Republic Day - 2019

25 December 2018

ભારતના વિશ્વધરોહર સ્થળો : પત્તદકલ




પત્તદકલ  ભારતના કર્ણાટક રાજ્યનું એક નગર છે, જે ભારતીય સ્થાપત્યકળાની વેસર શૈલીના આરંભિક પ્રયોગોવાળા સ્મારક સમૂહ માટે પ્રસિદ્ધ છે. આ મંદિર આઠમી સદીમાં બંધાવાયા હતાં. અહીં દ્રવિડ (દક્ષિણ ભારતીય) તથા નાગર (ઉત્તર ભારતીય કે આર્ય) બંને શૈલિઓના મંદિરો છે. પત્તદકલ દક્ષિણ ભારતના ચાલુક્ય વંશની રાજધાની બાદામીથી ૨૨ કિ.મી. દૂર છે. ચાલુક્ય વંશના રાજાઓએ સાતમી અને આઠમી સદીમાં અહીં ઘણાં મંદિર બંધાવ્યાં. એહોલને સ્થાપત્યકળાનું વિદ્યાલય મનાય છે, બાદામીને મહાવિદ્યાલય તો પત્તદકલને વિશ્વવિદ્યાલય કહેવાય છે. પત્તદકલ શહેર ઉત્તર કર્ણાટક રાજ્યમાં બાગલકોટ જિલ્લામાં મલયપ્રભા નદીના તટ પર વસેલું છે. આ બાદામી શહેરથી ૨૨ કિ.મી. અને ઐહોલ શહેરથી માત્ર ૧૦ કિ.મી. દૂર છે. અહીંનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન ૨૪ કિ.મી. દક્ષિણ-પશ્ચિમમાં બાદામી છે. આ શહેરને ક્યારેક કિસુવોલાલ કહેવાતું, કેમકે અહીંના બલુઆ પત્થર લાલ આભા વાળા છે.
ચાલુક્ય શૈલીનો ઉદ્ભવ ૪૫૦ ઈ.માં એહોલમાં થયો. અહીં વાસ્તુકારોએ નાગર અને દ્રવિડ સમેત વિભિન્ન શૈલિઓના પ્રયોગ કર્યા હતાં. આ શૈલિઓના સંગમથી એક અભિન્ન શૈલીનો ઉદ્ભવ થયો. સાતમી શતાબ્દીની મધ્યમાં અહીં ચાલુક્ય રાજાઓના રાજ્યાભિષેક થતાં હતાં. કાલાંતરમાં મંદિર નિર્માણ નું સ્થળ બાદામીથી પત્તદકલ આવી ગયું. અહીં કુલ દસ મંદિર છે, જેમાં એક જૈન ધર્મશાળા પણ શામિલ છે. આને ઘેરેલા ઘણાં ચૈત્ય, પૂજા સ્થળ અને ઘણી અપૂર્ણ આધારશિલાઓ છે. અહીં ચાર મંદિર દ્રવિડ શૈલીના છે, ચાર નાગર શૈલીના છે તથા પાપનાથ મંદિર મિશ્રિત શૈલીનું છે. પત્તદકલને ૧૯૮૭માં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે.
સૌજન્ય : wikipedia