પથ્થરની મૂર્તિઓ શિલ્પકાર ટાંકણા અને હથોડી વડે પથ્થર તોડીને કોતરે છે.
અન્ય નરમ ચીજોમાંથી મૂર્તિઓ સરળતાથી બને પરંતુ લોખંડ, તાંબુ, પિત્તળ જેવી સખત ધાતુઓમાંથી મૂર્તિઓ કેવી રીતે બને છે તે જાણો છો ?

કાંસાની મૂર્તિઓ બનાવવાની પરંપરા પ્રાચીનકાળની છે. ભારતમાં આ કલા મોટા પાયે
વિકસી હતી.
કાંસુ એટલે તાંબા અને પિત્તળનું મિશ્રણ. આ ધાતુ નરમ અને સુંવાળી હોવાથી સુંદર મૂર્તિઓ બને છે. વળી તેમાં કાટ લાગતો નથી એટલે વર્ષો સુધી સચવાય છે.

ધાતુમાંથી મૂર્તિ બનાવવાની
પ્રક્રિયાને બીબાંઢાળ કહે છે. મૂર્તિકાર પોતાની ઇચ્છા મુજબ લાકડાની નમૂનાની મૂર્તિ બનાવે છે.
એક ચોરસ વાસણમાં ભીની માટી ભરી
લાકડાની મૂર્તિને
તેમાં દબાવવાથી માટીમાં તે મૂર્તિનું બીબું તૈયાર થાય છે.
મૂર્તિની આગળનો ભાગ અને પાછળનો એમ બે બીબાં તૈયાર થાય છે. કાંસાને ખૂબ જ ઊંચા ઉષ્ણતામાને પિગાળતાં 'અર્ધ પ્રવાહી' બને છે. મૂર્તિના બીબાને સામસામે ગોઠવી વચ્ચેના છિદ્રમાંથી કાંસાનો રસ ભરવામાં આવે છે.
અર્ધપ્રવાહી કાંસુ માટી વચ્ચે મૂર્તિ આકારના પોલાણમાં ફરી વળે છે. અને તરત જ ઠરીને મૂર્તિ બની જાય છે. આ રીતે લાકડાના એક બીબા ઉપરથી અનેક મૂર્તિઓ તૈયાર થાય છે.

સૌજન્ય : gujaratsamachar