વેલી ઓફ ફ્લાવર્સ
રાષ્ટ્રીય ઉદ્યાન એક ભારતીય રાષ્ટ્રીય પાર્ક, પશ્ચિમ ઉચ્ચ હિમાલય માં આવેલ છે, તે અલ્પાઇન ફૂલ
અને ઘાસના મેદાનો વાળા પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. આ સમૃદ્ધ પ્રદેશ
દુર્લભ પ્રાની જેમકે એશિયાઈ કાળા રીંછૢ હિમ ચિત્તોૢ કથ્થૈ રીંછ અને ભૂરું ઘેટું
આદિનું ઘર છે. વેલી ઓફ ફ્લાવર્સની હલકું સૌંદર્ય નંદાદેવીના જંગલી ભૂતળની પૂરક છે.
આ બનેં સાથે મળીને ઝંસ્કર અને હિમાલય ને જોડતી કડી બને છે. આ પાર્ક ૮૭.૫૦ ચો
કિમીના ક્ષેત્રમાં ફેલાયેલો છે. વેલી ઓફ ફ્લાવર્સ ઉચ્ચ હિમાલય પર આવેલ ખીણ છે.
પ્રસિદ્ધ પર્વતારોહકૢ વનસ્પતિશાસ્ત્રીઓ અને હિંદુ પુરાણોએ આની સુંદરતા વર્ણવી
છે.આની કોમલ પરિદૃશ્ય, અલ્પાઇન ફૂલોં કી
અદભુત સુંદરતા ધરાવતા મેદાનો અને નંદા દેવી જેવા અંતરિયાળ દુર્ગમ પ્રદેશમાં
પ્રવેશવાની સરળતા આ પ્રદેશની વિશેષતા છે. વેલી ઓફ ફ્લાવર્સ માં વિવિધ રંગે ખીલી
ઉઠેલ ફૂલોને લીધે લાગે છે જાણે પ્રકૃતિએ રંગોનો છંટકાવ કરેલ હોય. ૧૯૮૨માં તેને
રાષ્ટ્રીય ઉધ્યાન ઘોષીત કરવામાં આવ્યું અને હવે તે વિશ્વ ધરોહર સ્થળ છે. સ્થાનીય
લોકો આના અસ્તિત્વ વિષે જાણતા હતાં અને તેમનું માનવું છે કે પરીઓ અહીં વસવાટ કરે
છે. ઘાટી બ્રહ્મ કમળ જેવા ઘણાં ફૂલોનું ઘર છે, બ્લૂ પોસ્તા અને કોબરા લિલિ. આલ્પાઈન ફ્લોરાની
વિવિધ પ્રજાતિનું નિવાસસ્થાન તેને જૈવિક અને વનસ્પતિય વિવિધતા માટે આંતરરાષ્ટ્રીય
રીતે ખૂબ મહત્ત્વની છે. જે પશ્ચિમ હિમાલયન જૈવિક ક્ષેત્રનું પ્રતિનિધી છે. ઝસ્કર
પર્વત અને હિમાલયની વચ્ચેના ક્ષેત્રમાં ઘણી લુપ્ત પ્રાય: વનસ્પ્તિ જોવા મળે છે જે
અન્ય ક્યાંય દેખાતી નથી. ઉત્તરાખંડનો આભાગ ઉચ્ચ ગઢવાલ માં આવેલ છે અને વર્ષના
અધિકત્તર સમયમાં દુર્ગમ હોય છે. આ ક્ષેત્ર હિમાલયની ઝાસ્કર પર્વતમાળામાં આવેલ છે.
આ રાષ્ટ્રીય ઉધ્યાનનું સૌથી ઉંચુ સ્થાન ગૌરી પર્વત છે જેની ઉંચાઈ સમુદ્ર સપાટી થી
૬૭૧૯મી છે.
સૌજન્ય : wikipedia