Republic Day - 2019

25 December 2018

ભારતના વિશ્વધરોહર સ્થળો : ખજુરાહો




ખજુરાહો ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં સ્થિત એક પ્રમુખ શહેર છે, કે જે પ્રાચીન તેમ જ મધ્યકાલીન મંદિરો માટે વિશ્વવિખ્યાત છે. આ નગર મધ્ય પ્રદેશ રાજ્યના છતરપુર જિલ્લામાં સ્થિત છે. ખજુરાહો નગરને પ્રાચીન સમય કાળમાં ખજૂરપુરા તેમ જ ખજૂર વાહિકા નામથી પણ ઓળખવામાં આવતા હતા. આ નગરમાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રાચીન હિંદુ અને જૈન મંદિર આવેલાં છે. મંદિરોંનું શહેર ખજુરાહો આખા વિશ્વમાં પત્થરોને વાળીને નિર્મિત મંદિરોં માટે પ્રસિદ્ધ છે. ભારત દેશ ઉપરાંત દુનિયા ભરના આગન્તુક અને પર્યટકો પ્રેમના આ અપ્રતિમ સૌંદર્યના પ્રતીકને જોવા માટે નિરંતર આવતા રહે છે. હિંદુ કલા અને સંસ્કૃતિને શિલ્પીઓએ આ શહેરના પત્થરો પર મધ્યકાલીન સમયમાં ઉજાગર કરી જગતભરમાં પ્રસિધ્ધિ અપાવી છે. કામશાસ્ત્રની વિભિન્ન કલા આ મંદિરોમાં બેહદ ખૂબસૂરતીથી ઉભારવામાં આવેલી છે.
આ રાજવીઓએ કુલ ૮૦ મંદિરોનું નિર્માણ કર્યું હતું. તેમાંથી માત્ર ૨૫ મંદિરો જ હયાત છે આ મંદિરોનું રાજાઓના લાંબા ગાળાના પ્રયાસોના ફળસ્વરૂપે નિર્માણ થયું હતું.
પ્રારંભિક સમયમાં નિર્મિત બધા જ મંદિરો ગ્રેનાઈટથી બન્યા છે; જેમાં ચોસઠ યોગીનીનું મંદિર મુખ્ય છે. મંદિરના તોરણની આલંકારિક શૈલી સ્થાપત્યનું ઉતમ ઉદાહરણ છે. ખજૂરાહોના મંદિર પશ્ચિમ પૂર્વી તથા દક્ષિણના ક્ષેત્રસમૂહોમાં વિભાજીત કરેલ છે. ચોસઠ યોગિનીનું મંદિર ઉપરાંત લગુઆ મહાદેવ મંદિર,પાર્વતી મંદિર,લક્ષ્મણ મંદિર, દુલાદેવ મંદિર, તથા ચતુર્ભુજ મંદિર વગેરે પ્રસિદ્ધ મંદિરો છે. દેશવિદેશના હજારો પ્રવાસીઓ વર્ષે તેની મુલાકાત લે છે.
ખજુરાહો નગરનો ઇતિહાસ લગભગ એક હજાર વરસ પુરાણો છે. આ શહેર ખાતે ચંદેલ સામ્રાજ્ય ની પ્રથમ રાજધાની હતી. ચન્દેલ વંશ અને ખજુરાહો નગરના સંસ્થાપક ચન્દ્રવર્મન હતા. ચંદેલાઓ મધ્યકાળમાં બુંદેલખંડમાં શાસન કરવા વાળા રાજપૂત રાજા હતા. તેઓ પોતાને આપ કા ચન્દ્રવંશી માનતા હતા. ચંદેલ રાજાઓએ દસમી સદીથી બારમી સદી સુધી મધ્ય ભારતમાં શાસન કર્યું હતું. ખજુરાહોના મંદિરોનું નિર્માણ ઇ. સ. ૯૫૦થી ઇ. સ. ૧૦૫૦ વચ્ચે ચંદેલ રાજાઓં દ્વારા કરાવવામાં આવ્યું હતું. મંદિરોનું નિર્માણ કર્યા બાદ ચંદેલાઓએ પોતાની રાજધાની મહોબા સ્થાનાંતરિત કરી હતી. પરંતુ એ સમય બાદ પણ ખજુરાહોનું મહત્વ કાયમ રહ્યું.
સૌજન્ય : wikipedia