સુંદરબન રાષ્ટ્રીય ઉદ્યાન
એક રાષ્ટ્રીય ઉદ્યાન, વાઘ આરક્ષીત
ક્ષેત્ર, યુનેસ્કો વિશ્વ
ધરોહર સ્થળ અને એક જીવાવરણ આરક્ષીત ક્ષેત્ર છે. તે સુંદરબન નદીના મુખ ક્ષેત્ર માં
ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું છે. આ ક્ષેત્ર ગીચ સુંદરીના જંગલો, અને તે બંગાળી
વાઘનું સૌથી મોટું અભયારણ્ય છે. તે ઘણા પ્રકારના પક્ષી, સરીસૃપ અને
કરોડવિહીન પ્રજાતિઓનું(જંતુઓ), અને ખારા પાણીના મગરનું ઘર છે.
૧૯૧૧માં, એક સમયે આને એક
અનિશ્ચિત ભૂ ભાગ મનાતો જેનું ન તો ક્યારેય સર્વેક્ષણ કરાયું કે જેમાં ન તો ક્યારેય
વસતિ ગણતરી થતી. તે સમયે આ ૧૬૫ માઈલ લાંબુ હુગલીના મુખથી શરુ કરી મેઘનાના મુખ સુધી
લાંબુ હતું, અને ત્રણ જિલ્લાઓ
ચોવીસ પરગણા,ખુલના , બાકેરગંજ. આનું
કુલ ક્ષેત્રફળ (જળક્ષેત્ર સહીત) ૬૫૨૬ ચો માઈલ હતું.
૧૯૭૩ માં હાલના સુંદરબન
રાષ્ટ્રીય ઉદ્યાનને સુંદરબન વાઘ આરક્ષીત અભયારણ્યનું હાર્દ ક્ષેત્ર બનાવાયું અને
૧૯૭૭માં વન્યજીવન અભયારણ્ય જાહેર કરાયું. ૪ મે ૧૯૮૪ના દિવસે આને રાષ્ટ્રીય ઉદ્યાન
જાહેર કરાયું. ૧૯૮૭માં આને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ તરીકે અંકિત કરાયું. ૧૯૮૯માં
સુંદરબન ક્ષેત્રને જીવાવરણ ક્ષેત્ર જાહેર કરાયું.
સૌજન્ય : wikipedia