આપણી સૂર્યમાળા
દૂધગંગા (મિલ્કી વે) ગેલેકસીનો એક ભાગ છે. અવકાશમાં તે દૂધીયા રંગના પટ્ટા જેવી
દેખાય છે.
ઇ.સ.૧૬૨૦માં
ગેલેલિઓએ દૂધગંગા ગેલેકસીની શોધ કરી હતી.
એડવિન હબલે
બ્રહ્માંડમાં અન્ય ગેલેક્સીઓ છે તેવી શોધ કરેલી.
દૂધગંગાના
કેન્દ્રમાં વિરાટ બ્લેક હોલ છે.
દૂધગંગામાં અબજો
તારા છે. પૃથ્વી
પરથી તેનો થોડો
ભાગ જ જોઈ શકાય છે.
દૂધગંગા તેની
કેન્દ્રીય ધરી પર ચક્રાકાર ફરે છે.
ચીનમાં આ
ગેલેકસીને 'રૂપેરી નદી' કહે છે.
આપણી આખી
સૂર્યમાળા દૂધગંગામાં કેન્દ્રની આસપાસ ૮૨,૭૦૦૦ કિલોમીટરની ઝડપે પ્રદક્ષિણા કરે છે.
સૌજન્ય : gujaratsamachar