Republic Day - 2019

30 December 2018

લેસર ઉત્પન્ન કરવાની થિયરીનો શોધક ચાર્લ્સ એચ.ટોનિસ



લેસર ટેકનોલોજી અદ્ભુત છે સાથે સાથે તેના આશીર્વાદ રૂપ ઉપયોગો પણ છે. મનોરંજનથી માંડીને મેડિકલ ક્ષેત્રે ઉપયોગી થતા લેસરનો મૂળ સિધ્ધાંત આલ્બર્ટ આઈન્સ્ટાઈને શોધેલો ત્યાર બાદ ચાર્લ્સ એચ ટોનિસ નામના વિજ્ઞાનીએ લેસર કિરણનો શેરડો પેદા કરવાની રીત શોધેલી. 
પદાર્થના અણુ ઉપર પ્રચંડ ઉર્જાનો મારો ચલાવવાથી લેસરના શેરડાં પેદા થાય છે. ટોનિસે મેસર કિરણો પણ શોધેલા. ટોનિસને તેની શોધ બદલ ૧૯૬૪માં ફિઝિકસનું નોબેલ મળ્યું હતું.
ચાર્લ્સ ટોનિસનો જન્મ અમેરિકાના કેરોલિનાના ગ્રીનવિલે શહેરમાં ઇ.સ.૧૯૧૫ ના જુલાઈની ૨૮ તારીખે થયો હતો. તેના પિતા જાણીતા વકીલ હતા. ટોનિસે ૧૯૩૯માં ડયૂક યુનિવર્સિટીમાં ફિઝિકસની ડિગ્રી મેળવ્યા પછી કેલિફોર્નિયા ઇન્સ્ટીટયૂટમાં 
પીએચડીની ડિગ્રી મેળવી હતી. બીજા વિશ્વયુદ્ધમાં તેણે બેલ લેબોરેટરીમાં સેવા આપેલી. ચાર્લ્સ ટોનિસે ૧૯૫૦માં કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કારકિર્દી શરૂ કરેલી. તેણે માઈક્રોવેવ એમ્પ્લીફિકેશન સ્ટીમ્યુલેટેડ એમિનશ ઓફ રેડિયેશન (ટૂંકમાં મેસર) ની થિયરી શોધી હતી.

આ પધ્ધતિમાં વધુ શક્તિશાળી લેસર પેદા થાય છે. તેણે એમોનિયા વાયુમાંથી મેસર કિરણો પેદા કરેલા. ટોનિકે અમેરિકાના સંરક્ષણ વિભાગના સંશોધન કેન્દ્રમાં પ્રમુખ તરીકે સેવા આપેલી. ઇ.સ.૧૯૬૪માં તેને એલકેઝાન્ડર પ્રોખોટીવ સાથે ભાગીદારીમાં નોબેલ ઇનામ મળેલું.

તે ઉપરાંત તેને વિશ્વભરમાંથી ૩૦ જેટલા એવોર્ડ અને સન્માનો મળેલા. તે પ્રાયોગિક ફિઝિકસનો માંધાતા ગણાય છે. ઇ.સ.૨૦૧૫માં જાન્યુઆરીની ૨૭મી એ તેનું અવસાન થયેલું.

સૌજન્ય : gujaratsamachar