Republic Day - 2019

28 December 2018

હિમાલયના આક્રમક પહાડી ઘેટાં: આર્ગેલી



ઘેટાબકરા આખા વિશ્વમાં જોવા મળતો સામાન્ય પાલતુ પ્રાણી છે. પરંતુ વિવિધ પ્રદેશમાં કેટલાક વિશિષ્ટ પ્રકારના ઘેટા બકરા જોવા મળે. હિમાલયના પહાડી પ્રદેશમાં સૌથી કદાવર ઘેટા જોવા મળે.

સાત ફૂટ લાંબા અને ચાર ફૂટ ઊંચા આ ઘેટા હિમાલયમાં ૧૯૦૦૦ ફૂટની ઊંચાઈએ વસે છે. તેના ૨૦ ઇંચ લાંબા ગોળાકાર શિંગડા તેની વિશેષતા છે.

હિમાલય, તિબેટ, નેપાળ, કઝાકિસ્તાનના પર્વતીય વિસ્તારોમાં આ ઘેટા જોવા મળે છે તે આર્ગેલી, માઉન્ટશીપ, માર્કોપોલો જેવા વિવિધ નામે ઓળખાય છે.
લડાયક અને આક્રમક સ્વભાવના આ ઘેટા પરસ્પર લડે અને શિંગડા અથડાવે ત્યારે મોટો અવાજ થાય છે, આ ઘેટા પહાડી વનસ્પતિ ખાઈને જીવે છે. માદા આર્ગેલી બે કે વધુ બચ્ચાંને જન્મ આપે છે. બચ્ચાં પણ ત્રણ કિલો વજનના હોય છે બે વર્ષમાં તે પુખ્ત થઈ જાય છે. ચીન અને નેપાળમાં આ ઘેટાના શિંગડામાંથી દવાઓ બને છે. આ ઘેટાને પાળીને ઉછેર પણ કરી શકાય છે. 

સૌજન્ય : gujaratsamachar