નંદાદેવી રાષ્ટ્રીય
ઉદ્યાન ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં નંદાદેવી શિખર (૭૮૧૭ મી)ની આસપાસ આવેલ છે.
૧૯૮૨માં તેને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરાયું અને ૧૯૮૮માં તેને યુનેસ્કો
દ્વારા વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું . તે ૬૩૦.૩૩ ચો.કિમી. વિસ્તારમાં
પથરાયેલું છે.
આ ઉદ્યાનમાં નંદાદેવી
સેંક્ચ્યુરી નામની એક હિમ નદી છે જે ૬૦૦૦મી થી ૭૫૦૦મી ઉંચા શિખરોથી ઘેરાયેલી છે.
તે ઋષી ગંગા નામની કરાડમાંથી નીકળે છે. આ કરાડ એકદમ સીધી અને પાર ન કરી શકાય તેવી
છે. વાયવ્ય ખૂણે આવેલી વેલી ઓફ ફ્લાવર્સ સાથે મળી તે વિશ્વ ધરોહર સ્થળ બનાવે છે. આ
બંને રાષ્ટ્રીય ઉદ્યાનો નંદાદેવી જીવાવરણ આરક્ષીત ક્ષેત્ર(૨,૨૩,૬૭૪ હેક્ટર) માં
પથરાયેલા છે જે ૫૧૪૮.૫૭ ચો.કિમીના અનામત ક્ષેત્રથી ઘેરાયેલું છે.
આ સમગ્ર ઉદ્યાન સમુદ્ર
સપાટીથી ૩૫૦૦મી કે તેથી વધારે ઉંચાઇએ આવેલો છે.
આ અભયારણ્યને બે ભાગમાં
વહેંચી શકાય છે, આંતરીક અને
બાહ્ય. સજોડે, તેઓ અભયારણ્યની
મુખ્ય દિવાલની અંદર આવેલાં છે જે મહદ અંશે ચોરસ ક્ષેત્ર છે અને જેની ઉત્તરમાં, પૂર્વમાં અને
દક્ષીણમાં સળંગ ગિરિમાળા છે. પશ્ચિમમાં પણ ઓછી ઉંચાઈ વાળી ગિરિમાળા છે જે ઉત્તર
અને દક્ષિણ માં આવેલ ઋષિગંગા કરાડ તરફ નીચે ઉતરે છે અને અભયારણ્યને પશ્ચિમ તરફ
નીતારે છે.
આંતરીક અભયારણ્ય લગભગ
ઉદ્યાનનો પૂર્વીય ૨/૩ ભાગ છે જેમાં નંદાદેવી શિખર અને તેની પડખે બે મુખ્ય હિમનદી
ઉત્તરી ઋષિગંગા અને દખ્ખણી ઋષિગંગાનો સમાવેશ થાય છે જેમાં અનુક્રમે નાની ઉત્તરી
નંદાદેવી અને નાની દક્ષિણી નંદાદેવી અવીને ભળે છે. આંતરીક અભયારણ્યમાં નોંધાયેલો
પ્રથમ માનવીય પ્રવેશ ૧૯૩૪માં એરીક સીમ્પ્ટન અને એચ.ડબલ્યુ. ટીલમેન દ્વારા ઋષી
કરાડમાંથી થયો.
સૌજન્ય : wikipedia