Republic Day - 2019

28 December 2018

મધની મીઠાશનું રહસ્ય



મધમાખીઓ સેકડો કિલોમીટરનો પ્રવાસ કરી જાતજાતના ફુલોનો રસ ચૂસી લાવી મધપૂડામાં સંગ્રહ કરે છે. જુદા- જુદા ફુલોના રસમાંથી મધપૂડામાં બનેલા મધનો સ્વાદ એક સરખો ગળ્યો હોય છે.

ફૂલોના રસમાં સામાન્ય રીતે મીઠાશ તો હોય જ છે અને તેને કારણે જ ફળો પણ મીઠા થાય છે. આ મીઠાશ સુક્રોઝને આભારી છે. પરંતુ મધપૂડામાં પોતાના શરીરના એન્ઝાઈમૂસ પણ મેળવે છે.

મધપૂડામાં એકઠો થયેલા ફૂલોના રસમાં આ એન્ઝાઇમથી રાસાયણિક પ્રક્રિયા થાય છે. અને તેમાં રહેલા સુક્રોઝમાંથી ફુટકોઝ બનાવે છે. સુક્રોઝ એ કુદરતી ખાંડ છે. જયારે ફ્રૂકટોઝ એ સાદી અને ગળપણ ધરાવતી ખાંડ છે. ફળોમાં પણ ફ્રૂટકોઝ હોય છે. એટલે ગળ્યા લાગે છે.

સૌજન્ય : gujaratsamachar