આકાશમાં ઊડનારા પક્ષીઓને જમીન પર ખોરાકની શોધમાં ચાલવું અને દોડવું પડે છે. પક્ષીનું શરીર ઉડવા માટે અનુકૂળતાવાળું
અને હળવું હોય છે પરંતુ તેના પગ
મજબૂત અને વિશેષ
રચના ધરાવે છે પક્ષીને પાતળી ડાળી કે તાર ઉપર બેસીને ઊંઘ લેવાની હોય છે તેથી તેના પગમાં સ્પ્રિંગ
જેવા સ્નાયુઓ હોય છે જે શરીરના
વજનથી જકડાયેલા
રહે છે અને પક્ષી ઊંઘમાં હોય તો પણ પડી જતા નથી.
પક્ષીના પગ પાતળા અને ઓછા
વજનના હોય છે. ચકલી, કાબર, બુલબુલ જેવા પક્ષીઓ બંને પગ ઊંચકીને કૂદકા મારીને ચાલે. બગલા, બતક,
ચાતક જેવા પક્ષીઓ
જળાશયમાં માછલી શોધવાની હોય એટલે
તેના પગ લાંબા બન્યા તે હળવે હળવે ડગલા ભરીને ચાલે.
પક્ષીના પગમાં ચાર આંગળી
હોય છે. ત્રણ આગળ અને એક પાછળના ભાગે ટૂંકી આંગળી. શિકારી પક્ષીની આંગળીમાં તીક્ષ્ણ નહોર હોય છે.
લક્કડખોદને ઝાડના થડ ઉપર ચઢવાનું
અને બેસવાનું એટલે
તેના નખ હૂક જેવા તીક્ષ્ણ હોય છે. બતકને પાણીમાં તરવાનું એટલે તેના આંગળા પાતળી ચામડી વડે જોડાઈને
હલેસા જેવા બન્યા.
પક્ષીના પગના આંગળા માત્ર નીચેની
તરફ વળી શકે ઉપરની તરફ નહી એટલે જમીન પર ચાલવામાં તકલીફ પડે. કેટલાક પક્ષીઓ તો ચાલવાને
બદલે પાંખો ફફડાવી ટૂંકા અંતરની ઉડાન
ભરી આગળ વધે છે.
ઉડતી વખતે પક્ષીના પગ પાછળની તરફ સીધા થઈ જાય છે એટલે હવાનું ઘર્ષણ ઓછું લાગે.
સૌજન્ય : gujaratsamachar