Republic Day - 2019

28 December 2018

સાપ વિશે આ જાણો છો?



પૃથ્વી પર સાપની હજારો જાત થાય છે પણ તેમાં માત્ર ૩૭૫ જાતના સાપ જ ઝેરી હોય છે. સાપ હાથ પગ વિનાનું દોરડા જેવું પેટે ચાલનારું પ્રાણી છે. તેને સરિસૃપ પ્રાણી કહે છે. સાપ પાણીમાં ખડક નીચે, જમીનમાં દર કરીને કે ઝાડની બખોલમાં રહે છે.

સાપ મોટે ભાગે કાળા રંગના હોય છે. પણ લીલા, પીળા અને કથ્થાઇ રંગના પણ જોવા મળે છે.સૌથી નાનો સાપ બાહ્મણી માત્ર બેં ઇંચનો હોય છે. અને તે અંધ હોય છે. સૌથી મોટો સાપ એનાકોન્ડા ૩૮ ફૂટનો પણ હોય છે.

સાપ ૫૦ વર્ષ જીવે છે. સાપ ધ્રુવ પ્રદેશો, આઇસલેન્ડ, આર્યલેન્ડ, ગ્રીનલેન્ડ અને ન્યૂઝીલેન્ડ સિવાય સમગ્ર વિશ્વના દેશોમાં જોવા મળે છે. સાપ નાનાં જીવજંતુઓ ખાય છે. કેટલાં સાપ ખોરાક વિના એક વર્ષ જીવી શકે છે.
સાપની જીભ બે પાંખિયાની બનેલી છે. જીભથી તે ગંધ પારખે છે. સાપને કાન હોતાં નથી પરંતુ તેનું શરીર અવાજનાં તરંગો ઝીલી શકે છે.જાણો છો ?


સૌજન્ય : gujaratsamachar