રાષ્ટ્રીય ધ્વજ
ભારતની આઝાદી (૧૫ ઓગસ્ટ
૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા તા. ૨૨ જુલાઇ ૧૯૪૭ના રોજ મળેલ 'બંધારણ સભા'ની બેઠકમાં
ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે
ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે ભારતના
રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે.
૧૯૪૭માં પસંદ કરાયેલા
રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા
દ્વારા રચિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ
રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો
પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને
નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે અશોક ચક્ર
તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર સારનાથના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં
આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ
ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય
સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે.
અધિકૃત ધ્વજ ગુણવતા
પ્રમાણે આ ધ્વજ હાથ વણાટની ખાદીનાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ. આ ધ્વજનાં
પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે
પાલન કરવાનું હોય છે.
રાષ્ટ્રીય પક્ષી
ભારતીય મોર, પેવો ક્રસ્ટેટસ, ભારતનું
રાષ્ટ્રીય પક્ષી,એ એક રંગીન,હંસના કદનું
પંખા-જેવી પીંછાઓની કલગી સાથેનું,આંખની અંદર સફેદ ચકતી અને લાંબી,પાતળી ગરદન સાથેનું પક્ષી છે. આ જાતિના નરો ચમકતી
વાદળી રંગની છાતી અને ગરદન અને અંદાજે 200 લાંબા પીંછાઓ સાથેની આકર્ષક તામ્ર-લીલા રંગની
પૂંછડી સાથે માદાઓ કરતાં વધારે રંગીન હોય છે.માદાઓ ભૂરા રંગની,નર કરતા જરા નાની
અને પૂંછડી વગરની હોય છે.નરનું પૂંછડી પટકાવતુ અને તેના પીંછા ઉછાળતું વ્યાપક
પ્રણયયાચન નૃત્ય એ એક સુંદર દ્રશ્ય છે.
રાષ્ટ્રીય ફૂલ
કમળ (નેલુમ્બો ન્યુસીપેરા
ગેર્ટન્) એ ભારતનું રાષ્ટ્રીય ફુલ છે. આ એક પવિત્ર ફુલ છે અને પ્રાચીન ભારતની કળા
અને પૌરાણીકતામાં અનોખું સ્થાન મેળવે છે અને અતિપ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિનું
શુભ પ્રતીક છે.
ભારત વનસ્પતિથી સમૃદ્ધ
છે.વર્તમાનની ઉપલબ્ધ માહિતીએ વનસ્પતિ વિવિધતામાં ભારતને વિશ્વના દસમા સ્થાન પર અને
એશિયાના ચોથા સ્થાન પર મૂક્યું છે. અત્યાર સુધીના સર્વેક્ષણ મુજબ અંદાજે 70 ટકા ભૌગોલિક
ક્ષેત્રમાંથી 47,000 વનસ્પતિ જાતિઓ
ભારતીય વનસ્પતિશાસ્ત્રીય સર્વેક્ષણ (BSI) દ્વારા વર્ણવામાં આવી છે.
રાષ્ટ્રીય વૃક્ષ
વડ એક અંજીર વર્ગનું
વૃક્ષ છે, જેનાં બીજ ખડકોની
ફાટમાં, યજમાન વૃક્ષનાં
થડ પર કે મકાનો અને પુલોની ફાટોમાં પણ વૃધ્ધિ પામે છે. વડનાં બીજ મોટાભાગેતો ફળ
ખાનાર પક્ષીઓ દ્વારા ફેલાય છે.
આ વૃક્ષ ઘેઘુર, ઘટાદાર હોય છે
જેને કારણે ગામનાં પાદર, ચોક, કુવાકાંઠે વિગેરે
જગ્યાઓ પર ખાસ વવાય છે. મોટા વડની ડાળીઓ પરથી નવાં મુળ ફુટે છે જે
"વડવાઇ" કહેવાય છે. આ વડવાઇઓ અમુક સમયમાં વધતી વધતી જમીનમાં રોપાઇ જાય
છે. ક્યારેકતો આને કારણે આ વૃક્ષને અનેક થડ હોય તેવું લાગે છે અને મુળ થડ કયું તે
ખબર પડતી નથી. ગુજરાતમાં કબીર વડ આવું એક વિશાળ વટવૃક્ષ છે જે અંદાજે ૩૦૦ વર્ષથી
વધુ જુનું છે. વડનાં વૃક્ષ પર નાનાં નાનાં લાલ રંગનાં ફળ આવે છે જે પાકે ત્યારે
કાળા રંગનાં થાય છે. આ ફળને "ટેટા" કહેવાય છે.
વડને ભારતનાં રાષ્ટ્રીય
વૃક્ષ તરીકેનું બહુમાન આપવામાં આવેલ છે. જે તેની વિકટ પરીસ્થિતિઓમાં પણ
ફાલવા-ફુલવાની ક્ષમતા,અને પોતે ધોમ
ધખતા તાપને સહન કરીને પણ ઘટા નીચે આશરો લેનારને છાંયડો આપવાનો ગુણને ધ્યાને રાખી
અપાયેલ છે.
રાષ્ટ્રીય ગીત
ભારતનું રાષ્ટ્રીય ગીત એ
વિવિધ પ્રસંગો પર વગાવવામાં કે ગાવામાં આવે છે. આવા પ્રસંગો પર યોગ્ય ઔચિત્યના
અનુસરણ દ્વારા રાષ્ટ્રગીતને આદર આપવા વિશે અને કયા પ્રસંગો પર તેને વગાડાય કે તેને
ગવાય તેના વિશે રાષ્ટ્રગીતની યોગ્ય રજૂઆત માટે સમય-સમયપર દિશાસૂચનો બહાર પાડવામાં
આવે છે. સામાન્ય માહિતી અને માર્ગદર્શન માટે આ દિશાસૂચનોનો સારાંશને આ માહિતી
પત્રકમાં વ્યક્ત કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય ગીત-સંપૂર્ણ
અને ટૂંકી રજૂઆતો
સ્વર્ગસ્થ કવિ
રવિન્દ્રનાથ ટાગોરના ગીતની પ્રથમ કડીના શબ્દોની રચના અને સંગીત "જન ગણ
મન" ને ભારતનું રાષ્ટ્રગીત કહેવામાં આવે છે.તેને નીચે મુજબ વંચાય છે:
જન-ગણ-મન-અધિનાયક જય હે
ભારત-ભાગ્ય-વિધાતા.
પંજાબ-સિંધ-ગુજરાત-મરાઠા
દ્રાવિડ-ઉત્કલ-બંગ
વિંધ્ય-હિમાચલ-યમુના-ગંગા
ઉચ્છલ્લ-જલધિ-તરંગ
તવ શુભ નામે જાગે,
તવ શુભ આશિષ માગે,
ગાયે તવ જય ગાથા,
જન-ગણ-મંગલ-દાયક જય હે
ભારત-ભાગ્ય-વિધાતા.
જય હે,જય હે,જય હે,
જય જય જય, જય હે!
રાષ્ટ્રીય નદી
ગંગા કે ગંગેસ એ ભારતની
સૌથી મોટી નદી છે જે પર્વતો,ખીણો અને મેદાનોના 2,510 કિં.મીથી પણ વધારેના વિસ્તાર પર વહે છે.તેનું
ઉદ્ભવસ્થાન હિમાલયોના ગંગોત્રી હિમનદીના હિમક્ષેત્રોમાં ભગીરથી નદી તરીકે
છે.પાછળથી તેનામાં બીજી નદીઓ ભળે છે જેવી કે અલખનંદા, યમુના,સન,ગોમતી,કોશી અને ઘાગરા.
ગંગા નદીનો કિનારો એ વિશ્વનો સૌથી ફળદ્રુપ અને ગીચ વસ્તીવાળો વિસ્તાર છે અને 1,000,000 ચો.ફૂટના
વિસ્તારને આવરે છે.નદી પર બે ડેમો છે-એક હરિદ્વાર પર અને બીજો ફરક્કા પર.ગંગા નદી
પરના ડોલ્ફીનો લુપ્તપ્રાય: પ્રાણી છે જે ખાસ કરને આ નદી પર વસવાટ કરે છે.
ગંગા એ હિંદુઓ દ્વારા પરમ
પૂજનીય પૃથ્વી પરની સૌથી પ્રાચીન નદી છે.મહત્વના ધાર્મિક અવસરો નદીના કાંઠા પરના
શહેરો પર યોજવામાં આવે છે જેવા કે વારાણસી,હરિદ્વારા અને અલાહબાદ.ગંગા પોતાની યાત્રા
બંગાળની ખાડીમાં પૂર્ણ કરતાં પહેલા તેના પ્રવાહને બાંગ્લાદેશના સુંદરવનની પોચી
જમીનમાંના ગંગેસ ત્રિકોણપ્રદેશમાં ફેલાવે છે
રાજ્ય ચિહ્ન
રાજ્ય ચિહ્ન એ અશોકના
સ્તંભ સરનાથ સિંહ પરની એક રજૂઆત છે.વાસ્તવિકતામાં,ઘંટાકાર કમળ પર મધ્યવર્તી પૈડાઓ દ્વારા અલગ
કરેલા હાથી,પૂરપાટ દોડતો
ઘોડો,આખલો અને સિંહના
ઉચ્ચ ભાસ્કર્યમાં નકશીકામવાળી શિલ્પકળાઓ સાથે પૃષ્ઠભાગ પર આરૂઢ કરેલા,એક પછી એક ઊભેલા,ચાર સિંહો
છે.સ્તંભને ધર્મના ચક્ર (ધર્મ ચક્ર)દ્વારા અભિષિત કરવામાં આવ્યો છે,પૉલીશ કરેલા
રેતીના પથ્થરમાંથી કાપેલો ટૂકડો.
26મી જાન્યુઆરી 1950ના રોજ સ્વીકૃત કરાયેલા રાજ્ય ચિહ્નમાં,માત્ર ત્રણ સિંહો
દ્રશ્યમાન છે,ચોથો સિંહ
અવલોકનમાં દેખાતો નથી.ચક્ર જમણી બાજુ આખલો અને ડાબી બાજુ ઘોડા સાથે પૃષ્ઠભાગના કેન્દ્રમાંની
ઉપસી આવેલી આકૃતિમાં દેખાય છે અને બીજા ચક્રોની કોરો તદ્દન બહારની જમણી અને ડાબી
બાજુ દેખાય છે.ઘંટાકાર કમળનો સમાવેશ કરવામાં આવ્યો નથી.મુંડક ઉપનિષદ પરના શબ્દો
સત્યમેવ જયતે જેનો અર્થ થાય છે કે ‘સત્ય એકલું હોય તો પણ વિજય પામે છે’,તેઓને અહિંયા
નીચે દેવનગરી સ્ક્રીપ્ટમાં લખવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય
કેલેન્ડર
ચૈત્રને પ્રથમ માસ અને 365 દિવસોના સામાન્ય
વર્ષ સાથે,શાકા યુગના આધારે
22મી માર્ચ 1957થી ગ્રેગોરીયન
કેલેન્ડર સાથે રાષ્ટ્રીય કેલેન્ડરને નિમ્નલિખિત સત્તાવાર કારણોસર સ્વીકૃત કરવામાં
આવ્યું હતું:
ભારતના સમાચારપત્રો
ઓલ રેડિયો દ્વારા સમાચાર
પ્રસારણ
ભારત સરકાર દ્વારા
નિર્ગમિત કેલેન્ડરો અને
જાહેર જનતાને સંબોધીને
સરકારી સંચારો
રાષ્ટ્રીય કેલેન્ડરની
તારીખોને ગ્રેગોરીયન કેલેન્ડરની તારીખો સાથે કાયમી મેળ છે.1 મોટાભાગે ચૈત્ર
મહિનો 22મી માર્ચના અને
લીપ વર્ષમાં 21મી માર્ચે આવે
છે.
રાષ્ટ્રીય પ્રાણી
પ્રતાપી વાઘ, પાન્થેરા ટીગ્રીસ
એ પટ્ટાવાળું પ્રાણી છે. તેને ઘેરા પટ્ટાઓ સાથે જાડી પીળા રંગની રૂંવાટીનું આવરણ
છે.આકર્ષકતા,શક્તિ,ચપળતા અને પ્રચંડ
બળે વાઘને ભારતના રાષ્ટ્રીય પ્રાણીના ગૌરવભર્યા સ્થાન પર મૂક્યો છે.જાણીતી જાતોની
આઠ લોકજાતિઓમાંથી,ભારતીય લોકજાતિ,રોયલ બંગાળ ટાઈગર,એ દક્ષિણ-પશ્ચિમી
વિસ્તાર સિવાય સંપૂર્ણ દેશમાં અને પડોશી દેશો,નેપાળ,ભુતાન અને બાંગ્લાદેશમાં જોવા મળે છે.ભારતમાં
વાઘની ઘટતી જતી વસ્તીની ચકાસણી કરવા માટે,એપ્રિલ 1973માં ‘પ્રોજેક્ટ ટાઈગર’ નો આરંભ કરવામાં આવ્યો હતો.અત્યાર સુધીમાં,આ પ્રોજેક્ટ હેઠળ
37,761 ચો.ફુટના
વિસ્તારને આવૃત કરતા 27 વાઘ સંગ્રહોની
સ્થાપના કરવામાં આવી છે.
રાષ્ટ્રીય કવિતા
બંકીમચંદ્ર ચેટરજી દ્વારા
સંસ્કૃતિમાં રચેલું કાવ્ય વંદે માતરમ્, એ સ્વતંત્રતા માટેની લડાઈમાં લોકોને પ્રેરણા
પૂરુ પાડતું સ્ત્રોત હતું.તેનો જન-ગણ-મન. સાથેનો સમાન દરજ્જો છે.પ્રથમ રાજનૈતિક
પ્રસંગ જેમાં તેને ગાવામાં આવ્યું હતું તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 1896 સત્ર હતું.નીચે
આપેલા શબ્દો એ તેની પ્રથમ કડીના છે:
વંદે માતરમ્!
સુજલામ્, સુફલામ્, મલયજ શીતલામ્,
શસ્યશ્યામલામ્, માતરમ્!
વંદે માતરમ્!
શુભ્રજ્યોત્સના
પુલક્તિયામિનમ્,
ફુલ્લકુસુમિતા દ્રમુદલા
શોભિનમ્,
સુહાસિનમ્ સુમધુર ભાષિનમ્,
સુખદામ વરદામ, માતરમ્!
વંદે માતરમ્, વંદે માતરમ્!
રાષ્ટ્રીય ફળ
મેંજીફેરા ઈન્ડીકા
વૃક્ષનું જાડું ફળ,પાકેલું ખવાય છે
અથવા કાચું અથાણા બનાવવા માટે વપરાય છે,કેરી એ ઉષ્ણકટિબંધ વિશ્વનું સૌથી મહત્વનું અને
વ્યાપકપણે સંવર્ધિત ફળોમાંનું એક છે.તેનું રસાળ ફળ એ એ વિટામીન એ,સી અને ડીનો
સમૃદ્ધ સ્ત્રોત છે.ભારતમાં પ્રાચીન સમયથી કેરીઓની 100થી પણ વધારે વિવિધતાઓ છે.કવિ કાલીદાસે તેના
વખાણ કર્યા છે.એલેક્ઝાંડરે તેના સ્વાદની મજા માણી છે જેવી રીતે ચીની પ્રવાસી હીયુન
ટીસેંગે માણી હતી.મોગલ સમ્રાટ અકબરે બિહારના દરભંગામાં 100,000 કેરીના વૃક્ષ
રોપ્યા હતા જેને આજે લખી બાગ કહેવાય છે.
રાષ્ટ્રીય રમત
ભારત જ્યારે હોકીની રમત
રમ્યું ત્યારે તેણે વિજય પ્રાપ્ત કર્યો.આપણા રાષ્ટ્ર પાસે આઠ ઓલિમ્પિક સોનાના
ચંદ્રકો સાથેનો શ્રેષ્ઠ રેકોર્ડ છે.1928-56 સુધી ભારતીય હોકીનો સુવર્ણકાળ હતો,જે સમયે ભારતીય
હોકી ટીમે છ ક્રમિક ઓલિમ્પિક સોનાના ચંદ્રકો જીત્યા હતા.ટીમે બે બીજા ચંદ્રકો
(ચાંદી અને તામ્ર) સિવાય 1975નો વિશ્વ કપ પણ
જીત્યો હતો.ભારતીય હોકી સંઘે 1927માં વૈશ્વિક જોડાણ પ્રાપ્ત કર્યું હતું અને આંતર્રાષ્ટ્રીય
હોકી સંઘની સાથે જોડાયા હતા.
ભારત તેની સોનેરી ગાથાની
શરૂઆત કરવા માટે ઓલિમ્પિકમાં દાખલ થયું તેથી ભારતીય હોકી સંઘના ઈતિહાસની શરૂઆત
થઈ.ટુરે ભવ્ય સફળતા મેળવી જેમાં ભારતે 21 મેચોમાંથી 18 જીતી અને દંતકથાત્મક ધ્યાન ચંદ્ર ભારત તરફથી
જવાબ તરીકે 192માંથી 100 ગોલોથી પણ વધારે
સ્કોરો કરવા દ્વારા બધાના ધ્યાનું કેન્દ્ર બન્યો હતો.1928માં એમ્સ્ટરડમમાં
મેચનો આરંભ થયો હતો અને 1932માં ભારત વિજય
પ્રવાસ પર લોસ એન્જેલસમાં ગયું હતું અને 1936માં બર્લિનમાં અને તેથી ઓલિમ્પિકમાં સોનાના
ચંદ્રકોની લગાતાર ત્રણ સફળતાઓ હાંસલ કરી હતી.
ભારતની સ્વતંત્રતા પછી; ભારતીય ટીમે 1948ના લંડન
ઓલિમ્પિક્સ,1952 હેલ્સીન્કી
ગેમ્સ અને મેલબોર્ન ઓલિમ્પિક્સમાં સોનાના ચંદ્રકોની બીજી લગાતાર ત્રણ સફળતાઓ હાંસલ
કરી હતી.
સુવર્ણ યુગ દરમ્યાન, ભારતે 24 ઓલિમ્પિક મેચો
રમી હતી,તે તમામ 24 જીતી હતી,178 ગોલોનો સ્કોર
કર્યો હતો(7.43 ગોલ પર મેચની
સરેરાશ પર) અને માત્ર 7 ગોલો છોડ્યા
હતા.ભારત માટે બીજાબે સોનાના ચંદ્રકો 1964માં ટોક્યો ઓલિમ્પિક્સમાં અને 1980માં મોસ્કો
ઓલિમ્પિક્સમાં આવ્યા હતા.
રાષ્ટ્રીય ચલણ
ભારતીય રૂપિયોએ ભારત નું
રાષ્ટ્રીય ચલણ છે. જેનું નિયમન ભારતીય રિર્ઝવ બેંક કરે છે. આધુનીક રૂપીયાને ૧૦૦
પૈસામાં વિભાજીત કરવામાં આવ્યો છે. ચલણની દ્રષ્ટીએ જોઇએ તો ૧, ૨, ૫, ૧૦ રૂપિયાનાં
સિક્કાઓ છે. અને ૫,૧૦,૨૦,૫૦,૧૦૦,૫૦૦ અને ૨૦૦૦
રૂપિયાનીં નોટો ચલણમાં ચાલે છે. રૂપિયાનું નવું ચિહ્ન દેવનાગરી લિપી "र" અને લેટીન "R" નું સંયોજન કરીને
બનાવવામાં આવ્યું છે જે હવે આંતર રાષ્ટ્રીય બજારોમાં ભારતીય ચલણનું પ્રતિનીધીત્વ
કરે છે.
રાષ્ટ્રીય સ્મારક : ઈંડિયા ગેટ
ઈંડિયા ગેટ (Hindi: इंडिया गेट) ભારતનું એક
રાષ્ટ્રીય સ્મારક છે. તે ભારતના સૌથી મોટા યુદ્ધ સ્મારકોમાંનું એક છે. નવી દીલ્હી
હૃદય સ્થાને આવેલ આ સ્મારકની પ્રતિકૃતિ સર એડવીન લ્યુટાઈંસ દ્વારા પરિકલ્પીત હતી .
શરૂઆતમાં તેને અખિલ ભારતીય યુદ્ધ સ્મારક તરીકે ઓળખાતું આ સ્થળ દીલ્હીનું પ્રમુખ
સ્થળ છે અને તે સમયની બ્રિટિશ ભારતીય સેનાના ૯૦,૦૦૦ સૈનિકિના નામ પોતાના પર સમાવે છે જેમણે
ભારતભૂમિ માટે લડતા ખરેખર તો ભારતમાંની બ્રિટિશ સત્તા પ્રથમ વિશ્વ યુદ્ધમાં અને
અફઘાન યુદ્ધોમાટે લડતાં લડતાં પોતાના પ્રાણ ગુમાવ્યા હતાં.
શરુઆતમાં કિંગ જ્યોર્જ -
૫ ની પ્રતિમા આ ગેટની સામેની અત્યારની ખાલી ચંદરવામાં બીરાજમાન હતીૢ જેને અત્યારે
અન્ય મૂર્તિઓ સાથે કોરોનેશન પાર્કમાં મુકવામાં આવી છે. ભારતની સ્વતંત્રતા પછીૢ આ
સ્થળ ભારતીય સેનાના અજ્ઞાત સિપાહીનો મકબરો જેને અમર જવાન જ્યોતતરીકે પણ ઓળખાય છે
તેણે લીધું છે.
રાષ્ટ્ર પિતા :
મહાત્મા ગાંધી
ભારતના સ્વાતંત્ર્ય
સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા. મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં
જાણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા હતા. તેમણે બ્રીટીશ
રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નક્શા પર મૂકી. તેમના આદર્શો
ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યાછે.
મોહનદાસ કરમચંદ ગાંધી
(ઓક્ટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) , મહાત્મા તરીકે
જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા
દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ
રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ
પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો; અને આખરે તેમણે સફળતા મેળવી એ સાબિત કરી
બતાવ્યું.
અહિંસક સવિનય કાનૂનભંગનો
જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ
દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી
પ્રેરણા લઇ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઇ
આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન
(અને સ્કોટલેન્ડ) સુધી સીમિત થઇ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફક્ત
ભારત પર બ્રિટીશ શાસન જ નહીં પણ જેનાં રાજ્યમાં કદી સૂરજ આથમતો નહોતો તેવી બ્રિટીશ
સલ્તનત ખુદ આથમી ગઇ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીના સત્યાગ્રહનો
આદર્શ માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ
માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા
તેમજ તે પારંપરીક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી
માન્યતામાંથી તારવેલા હતા.
મોહનદાસ કરમચંદ ગાંધીનો
જન્મ પોરબંદર (ગુજરાત, ભારત)માં એક
હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. તેમના વડવાઓ વ્યવસાયે ગાંધી (કરિયાણાનો
ધંધો કરતા) હતા, પરંતુ તેમની
પહેલાની ત્રણ પેઢીમાં કોઈએ ગાધીનો વ્યવસાય કરેલો નહી, અને તેઓ કોઈકને
કોઈક રજવાડાના દિવાન પદે રહેલા. મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પણ પોરબંદર
સ્ટેટના દિવાન હતા, આ ઉપરાંત તેઓ
રાજકોટ અને વાંકાનેરના પણ દિવાન રહ્યા હતા. જૈન સંપ્રદાયમાં અતિસુક્ષ્મ સ્તરની
અહિંસાના પ્રભાવને કારણે ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. હિંદુઓમાં
પ્રચલિત બાળવિવાહની પ્રથાને કારણે મોહનનાં લગ્ન ફક્ત ૧૩ વર્ષની વયે કસ્તૂરબા સાથે
થયાં હતા. મોહનદાસ ગાંધીને ચાર પુત્રો હતા—સૌથી મોટા પુત્ર હરીલાલ (જન્મ સન ૧૮૮૮), ત્યાર બાદ મણીલાલ
(જન્મ સન ૧૮૯૨), ત્યારબાદ રામદાસ
(જન્મ સન ૧૮૯૭) અને સૌથી નાના પુત્ર દેવદાસ (જન્મ સન ૧૯૦૦).
તરુણાવસ્થા સુધી ગાંધી
એકદમ સામાન્ય વિદ્યાર્થી હતા.તેઓનો શરુઆતનો અભ્યાસ પોરબંદર અને પછી રાજકોટમાં થયો
હતો. ગાંધીએ મેટ્રીક્યુલેશનની પરીક્ષા માંડ માંડ પાસ કર્યા પછી સન ૧૮૮૭માં
યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજમાં ઊચ્ચ અભ્યાસ અર્થે પ્રવેશ
લીધો. જો કે ત્યાં તે ઝાઝું ટક્યા નહીં. તેમના ઘણા કુટુંબીઓ ગુજરાતમાં ઊંચા ઊંચા
પદ પર નોકરી કરતા હતા. કુટુંબનો આવો મોભો જાળવવા તેમના કુંટુંબીઓની ઇચ્છા તે
બૅરીસ્ટર બને તેવી હતી. એવામાં જ તેમને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવાની તક મળી. વળી, ભારતમાં
અંગ્રેજોની હકુમતના કારણે બંધાયેલી તેમની માન્યતા મુજબ તો ઇંગ્લેન્ડ વિચારકો અને
કવિઓની ભુમિ હતી તેમજ તહજીબનું કેન્દ્ર પણ ઇંગ્લેન્ડ જ હતું. આમ તેમણે ઇંગ્લેન્ડ
જવાની આ તક ઝડપી લીધી.
રાષ્ટ્રીય જલીય
જીવ :ડોલ્ફિન
સામાન્ય ડોલ્ફિન- કોમન
ડોલ્ફિન કચ્છના અખાતમાં જોવા મળતું સૌથી મહત્વપૂર્ણ સસ્તન પ્રાણી છે. ડોલ્ફિન 2થા 3 મીટર લાંબી છે
તથા તેનું આયુષ્ય 50 વર્ષ સુધીનું
હોય છે. તેનું વજન 85થી 100 કિલો સુધીનું
હોય છે. તેની આડી પાંખ જેવી ફીન તેને અન્ય માછલીઓથી અલગ તારવે છે. સમગ્ર વિશ્વમાં
તેની કુલ 32 વંશ-જાતિની 32 પ્રજાતિઓ જોવા
મળે છે. ડાલ્ફિનને માનવ બાદ સૌથી બુદ્ધિશાળી સસ્તન પ્રાણી ગણવામાં આવે છે. ડોલ્ફિન
પાણીમાં એકબીજા સાથે અલ્ટ્રાસોનિક ધ્વનિ તંરગો દ્વારા સંપર્ક- વાતચીત કરે છે.
ગુજરાતમાં તે કચ્છના અખાતમાં તેમજ ખંભાતના અખાતના કેટલાક વિસ્તારો તથા સૌરાષ્ટ્રના
દરિયાકિનારાના અમુક વિસ્તારોમાં તેની વસતી છે. તેનો મુખ્ય ખોરાક નાના મૃદુકાય
દરિયાઇ જીવો- ક્વીડ તેમજ નાની માછલીઓ છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia