Republic Day - 2019

About School

શ્રી કે. જે. શાહ હાઇસ્કૂલ - ઠેબા (જામનગર)        



                       

અમારું ઠેબા ગામ જામનગર જીલ્લા અને તાલુકાનું ગામ છે. જામનગરથી પૂર્વે કાલાવડ રોડ પાર પાંચ કિલોમીટર દૂર આવેલ છે. આ ગામની વસ્તી આસરે ૪૦૦૦નિ છે.મોટેભાગે ખેડૂતો અને મજુરોની વસ્તી છે. સને ૧૯૮૦ની સાલ સુધી ગામમાં સાત ધોરણ સુધીની પ્રાથમિક શિક્ષણની જ સુવિધા હતી. જેમાં આગળ અભ્યાસ માટે જામનગર જવું પડતું, જેના કારણે ગરીબ, મધ્યમ વર્ગના બાળકોને તેમજ કન્યાઓ આગળ અભ્યાસ માટે જઈ શકતા ણ હતા. જેથી ઘર આંગણે જ ઠેબા ગામના તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના છોકરા/છોકરીઓને માધ્યમિક શિક્ષણની સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી ઠેબા ગામના ગ્રામજનોએ ગામમાં હાઇસ્કૂલ શરુ કરવાનો નિર્ધાર કર્યો. 



જૂન ૧૯૮૦માં ડૉ.શિરીષભાઈ માંકડ તથા હરકાંતભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ “શ્રી આદર્શ કેળવણી મંડળ – ઠેબા” નામે ટ્રસ્ટ રજીસ્ટર્ડ થયું.






શિક્ષણ સંકુલ ઉભું કરવા આર્થિક જરૂરિયાત તો રહે જ. પ્રાથમિક જરૂરિયાત જેટલું ભંડોળ એકત્રિત કરવા યુવાન કથાકાર શ્રી કનુભાઈ મહેતાની રામ પારાયણના માધ્યમથી પુરી કરી. શિક્ષણ ખાતામાં શાળા પ્રારંભ કરવા માટેની કાર્યવાહી પુરી થતાં જૂન ૧૯૮૧માં ધોરણ-૮નો પ્રથમ વર્ગ પ્રખર માણસ મર્મજ્ઞ સંત શ્રી મોરારી બાપુ, આણદાબાવા સેવા સંસ્થા-જામનગરના મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજ તથા ખીજડા મંદિર – જામનગરના મહંતશ્રી ધર્મદાસજી મહારાજના સાનિધ્યમાં સંતોના આશીર્વાદથી શરુ કરવામાં આવેલ. જૂન ૧૯૮૨થી ધોરણ – ૯ નો વર્ગ તથા જૂન ૧૯૮૩થી ધોરણ – ૧૦ (એસ.એસ.સી.)નો વર્ગ શરુ થયો. આમ, સંપૂર્ણ માધ્યમિક એકમ રચાયું.
                                  શાળા ભાડાના મકાનમાં બેસતી હોવાથી ઠેબા ગ્રામ પંચાયતે સને ૧૯૮૪ની સાલમાં ચાર એકર જમીન તથા શાળાના મકાન બાંધકામ માટે આશરે એક લાખ સ્વભંડોળમાંથી આપ્યા.શાળાના મકાનનું સમગ્ર એકમના બાંધકામ માટે આશરે ચાર લાખ રૂપિયાની જરૂરિયાત હતી.
                                  જામનગરના શ્રેષ્ઠી શ્રી જેઠાલાલ પાટલીયા તથા શ્રી ભોગીભાઈ મેહતાએ શેઠશ્રી દીપચંદભાઈ ગાર્ડીને અમારા વતી રજૂઆત કરતાં તેમના તરફથી રૂ. ૭૫૦૦૦/- ઉદાર સહાય મળી.બાકી ઘટતી રકમ માટે શ્રેષ્ઠી શ્રી ખીમજીભાઈ રામજીભાઈ માલદે પાસે અમે આર્થિક સહાય માટે દરખાસ્ત રજુ કરતાં તેમના પ્રયત્નથી શ્રી રાજેશભાઈ કરમશીભાઈ શાહ (નાઈરોબી) તરફથીથી તેમના પિતાશ્રીની પુણ્ય સ્મૃતિમાં શાળાનું નામ “શ્રી કરમશીભાઈ જેશાભાઈ શાહ–હાઇસ્કૂલ”  રાખવાની શરતે રૂ. ૧૨૫૦૦૦/-નું દાણ પ્રાપ્ત થયું અને ગ્રામજનોના શ્રમદાન વડે શાળાનું મકાન તૈયાર થતાં એપ્રિલ -૧૯૮૫થી શાળા સંસ્થાની માલિકીના નવા મકાનમાં બેસવા લાગી.શાળાનું શિસ્ત-શૈક્ષણિક પ્રવૃતિઓ તથા શિક્ષણની પ્રસંશા ધીમે ધીમે આજુબાજુના ગ્રામવિસ્તાર તથા જિલ્લા મથક સુધી પ્રસરતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉતરોત્તર વધારો થવા લાગતાં જૂન – ૧૯૯૧માં ધોરણ -૮નો વધારાનો બીજો વર્ગ શરુ કરવામાં આવ્યો. બે વધારાના વર્ગ શરુ થતાં ફરી વર્ગખંડોની જરૂરિયાત ઉભી થઇ. શ્રેષ્ઠીઓ – દાતાઓ અને સંતો પાસે ફરી પછી ટહેલ નાખતાં આણદાબાવા સેવા સંસ્થાના મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજની શુભ પ્રેરણાથી નાઈરોબી નિવાસી લક્ષ્મીબેન ભગવાનજીભાઈ ગુઢકા તરફથી રૂ. ૩૦૦૦૦/-,  જસવંતીબેન ચુનીલાલ મિસ્ત્રી તરફથી રૂ.૨૦૦૦૦/- તથા અનસુયાબેન ઉમેદભાઈ શાહ તરફથી રૂ. ૪૦૦૦૦/- તથા સંસ્થાના સ્વભંડોળના રૂ.૫૦૦૦૦/- મળી રૂપિયા એક લાખ ચાલીસ હજારના ખર્ચે ૧૯૯૫થી વધારાના બે વર્ગખંડોની સુવિધા પ્રાપ્ત થઇ. પ્રો. જે.ડી.જાસોલીયા તરફથી સંસ્થાના પટાંગણમાં જ રૂ. ૧૫૦૦૦૦/- ના ખર્ચે સુંદર બાલમંદિર પોતાની પુત્રીની પુણ્ય સ્મૃતિમાં બાંધી આપવામાં આવેલ છે.
                         
 શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી હરકાંતભાઈ પંડ્યા તથા તેમના અનુગામી આચાર્યશ્રી ચમનલાલ વસોયા તથા શાળાના સમગ્ર કર્મચારીગણની નિષ્ઠા, કામ કરવાની ધગશ, પ્રમાણિકતા તથા આગવી સુઝથી શાળામાં આજ પર્યંત શિક્ષણ ઉપરાંત અનેક વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, જે શાળા-સમાજ તથા વિદ્યાર્થીઓને જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. શાળામાં અવારનવાર નેત્રયજ્ઞ, સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવે છે. જેનો લાભ શાળાના વિદ્યાર્થીઓ – ગ્રામજનો તથા આજુબાજુના ગામ લોકોને મળે છે. નિદાન કેમ્પોમાં જામનગરના પ્રખ્યાત નિષ્ણાંત ડોક્ટરો પોતાની સેવા વિના મુલ્યે આપવા આવે છે.
                          શાળાના પટાંગણમાં આશરે બસ્સો જેટલા વૃક્ષોનો ઉછેર કરવામાં આવેલ છે. જે આજે ઘટાટોપ થવા લાગ્યા છે. પર્યાવરણ જાળવણી માટે ગામના મુક્તિધામમાં પણ આજે ત્રણસો વૃક્ષોની માવજત કરવામાં આવી છે.
                          શાળામાં વિદ્યાર્થી ઉત્કર્ષ માટે વખતો વખત જૂથ સભા, શૈક્ષણિક પ્રવાસ, વ્યસનમુક્તિ, અંધશ્રદ્ધા નાબુદી, સાક્ષરતા અભિયાન, કાનૂની શિક્ષણ શિબિર, તબીબી તપાસણી, થેલેસેમિયા કેમ્પ વગેરે યોજવામાં આવે છે.
                          તાલુકા – જિલ્લા કક્ષાએ યુવા પ્રતિભા શોધ સ્પર્ધા, કારકિર્દી સપ્તાહની ઉજવણી, સ્વતંત્રતા દિન, પ્રજાસત્તાક દિન જેવા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી , શિક્ષક દિન, સૈનિક દિન, અંધજન દિન ઉજવણીના કાર્યક્રમો યોજવામાં આવે છે.
                          શાળામાં વિદ્યાર્થી સંચાલિત નહિ નફો નુકશાનના ધોરણે વિદ્યાર્થી વસ્તુ ભંડાર પણ વિદ્યાર્થીઓ સુંદર રીતે ચલાવવામાં આવે છે.
                          શાળામાં વિશાળ સાધનોથી સુસજ્જ પ્રયોગ શાળા આગવી સુઝ ધરાવતા વિજ્ઞાન શિક્ષકો દ્વારા થતાં પ્રાયોગિક કાર્યોથી પ્રવૃત્ત રહે છે.શાળાના બાળકોએ સ્વનિર્મિત બનાવેલ મોડેલ રાજ્ય કક્ષાએ વિજ્ઞાન મેળામાં સ્થાન પ્રાપ્ત કરેલ છે. અમોને જણાવતાં આનંદ થાય છે કે અમારા ભૂતપૂર્વ આચાર્યશ્રી એચ.એમ. પંડ્યાને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ પણ આ શાળાના સેવાકાળ દરમ્યાન પ્રાપ્ત થયેલ છે.         
                          ૨૬મી જાન્યુઆરી – ૨૦૦૧ના વિનાશક ભૂકંપથી શાળાના બિલ્ડીંગમાં થયેલ નુકશાની રીપેરીંગ માટે જામનગર જિલ્લા અને તાલુકા ખરીદ વેચાણ સંઘ તરફથી રૂ. ૨૫૦૦૦/- ઉદાર સહાય સંસ્થાને પ્રાપ્ત થયેલ.   


વર્ષ ૨૦૦૩માં  આણદાબાવા સેવા સંસ્થા – જામનગર તરફથી રૂ. ૬૦૦૦૦૦/-ના ખર્ચે એક અદ્યતન વિશાળ પ્રાર્થના હોલ બનાવી સંસ્થાને અર્પણ કરવામાં આવ્યો. જામનગર ફાઉન્ડ્રી એસોસીએશન – જામનગર તરફથી રૂ. ૨૦૦૦૦૦/- તથા સંસદ સભ્યશ્રી ચંદ્રેશભાઈ પટેલની ગ્રાન્ટમાંથી રૂ. ૧૯૫૦૦૦/- મળી કુલ રૂ. ૩૯૫૦૦૦/- ના ખર્ચે શાળાની ચારે બાજુ સુંદર કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવેલ છે.
                          એકવીસમી સદીમાં આજ આપણો દેશ ડિજીટલ યુગમાં આગળ વધી રહ્યો છે ત્યારે રોજીંદા જીવનમાં કોમ્પ્યુટર શિક્ષણ અનિવાર્ય થઇ ગયું છે.શાળામાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શિક્ષણમળી રહે તે માટે જૂન – ૨૦૦૩થી ઇન્ડો-અમેરિકા ફાઉન્ડેશન તરફથી શાળાને દસ નંગ કોમ્પ્યુટર, પ્રિન્ટર-૧, ઈન્ટરનેટ સુવિધા સાથે પ્રાપ્ત થતાં અદ્યતન કોમ્પ્યુટર-લેબ શરુ કરવામાં આવી છે.
                         

પર્યાવરણ જતન અને શિક્ષણ આપવા માટે લંડન સ્થિત મૂળ ભારતીય દાતાશ્રી અશોકભાઈ પ્રેમચંદભાઈ શાહ તરફથી એક પર્યાવરણ હોલબનાવી શાળાને અર્પણ કરવામાં આવેલ છે.


શ્રી આદર્શ કેળવણી મંડળ ઠેબા તા.જી. જામનગર
                                                               :  ટ્રસ્ટી મંડળ :
ક્રમ
નામ
વિગત
1
 નાથાભાઈ રાઘવભાઈ સંઘાણી
પ્રમુખ
2
સવજીભાઈ સામજીભાઈ તરાવીયા
ઉપપ્રમુખ
3
હરિભાઈ છગનભાઈ કાળસરિયા
મંત્રી
4
ડાયાભાઈ દામજીભાઈ રાબડીયા
સભ્યશ્રી
5
મોહનભાઈ બાવજીભાઈ મુંગરા
સભ્યશ્રી
6
કિશોરભાઈ દેવજીભાઈ સંઘાણી
સભ્યશ્રી
7
ચનાભાઈ કરમણભાઈ ચાંગાણી
સભ્યશ્રી
8
ગોવાભાઈ દેવજીભાઈ સંઘાણી
સભ્યશ્રી
9
છગનલાલ રવજીભાઈ મુંગરા
સભ્યશ્રી
10
નંદલાલ ખીમજીભાઈ પ્રાગડા
સભ્યશ્રી
11
જેન્તીભાઈ સામજીભાઈ સંઘાણી
સભ્યશ્રી
12
ભાણજીભાઈ નાથાભાઈ ચાંગાણી
સભ્યશ્રી
13
ધીરુભાઈ ગોવિંદભાઈ અકબરી
સભ્યશ્રી
14
રમેશભાઈ જીવાભાઈ મુંગરા
સભ્યશ્રી
15
અતુલભાઈ છગનભાઈ મુંગરા
સભ્યશ્રી