Republic Day - 2019

19 February 2019

"સૃષ્ટિ" મેગેઝિન

ગુજરાતમાં પર્યાવરણક્ષેત્રમાં સેવા, સંરક્ષણ, સંવર્ધન અને લોક જાગૃતિનું કામ કરતી એક માત્ર અદ્વિતીય સંસ્થા એટલે
ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (GEER).
ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (ગીર) ફાઉન્ડેશન એ એક સ્વતંત્ર્ય સંસ્થા છે, જેની સ્થાપના 1982માં રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ફાઉન્ડેશન ઇન્ડિયન સોસાયટીસ રિસર્ટ્રેશન એક્ટ,1860 તેમજ 1950ના બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ જાહેર ટ્રસ્ટરૂપે નોંધણી કરાઇ હતી. ફાઉન્ડેશનનું સંચાલન ગવર્નરોના બોર્ડ દ્વારા થાય છે, જેના અધ્યક્ષસ્થાને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી રહે છે.
આ સંસ્થા દ્વારા અનેકવિધ પર્યાવરણીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. 
ગુજરાતની ૨૫૦ જેટલી શાળામાં "ઇકો ક્લબ"ની રચના કરી શાળા કક્ષાએ બાળકોમાં વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનું કામ થાય છે. જેના દ્વારા સ્વછતા અંગે સભાનતા, વૃક્ષારોપણ, પર્યાવરણીય શિબિર અને તાલીમી કાર્યક્રમોનું આયોજન થાય છે.
આ સંસ્થા દ્વારા "સૃષ્ટિ" મેગેઝિન બહાર પાડવામાં આવે છે. પર્યાવરણ અને વન્યજીવ સૃષ્ટિમાં રસ ધરાવનાર પ્રત્યેકને "સૃષ્ટિ" મેગેઝીનના વૈવિધ્યસભર વિશેષાંકમાં જરૂર રસ પડશે. નીચેની લીંક ઉપરથી આ મેગેઝીનને ડાઉનલોડ કરી શકાશે.


૨૫     શ્વાનકુળનાં પ્રાણીઓ (ઝરખ અને રીંછ) - Dog Family
૨૭     જૈવિક વિવિધતા વિશેષાંક - Biodiversity
૩૨     નાનાં સસ્તન વર્ગનાં પ્રાણીઓ - Small Mammals
૩૩     ડાયનોસોર અને જીવાવશેષ - Dinosaurs and Fossils
૩૭     આવાસસ્થાન વિશેષાંક - Habitat
૩૮     અનુકુલન વિશેષાંક  - Adaptation
૩૯     વિલોપન વિશેષાંક    - Extinction - 1
૪૧     પ્રાણી વર્તણુક વિશેષાંક - Animal Behaviour
૪૫     ભયગ્રસ્ત પ્રાણીઓ - Endangered Mammals
સૌજન્ય : ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (ગીર) 
http://www.geerfoundation.gujarat.gov.in/periodicals_shrushti.htm