Little Ringed Plover : કાંઠલાવાળી નાની ઢોંગીલી/વિલાયતી
ઝીણી ટીટોડી.
આકારે કબૂતરની
ચાંચ જેવી અને રંગે કાળી પણ મૂળ પાસે પીળી નાની ચાંચ. આંખ ફરતી પીળી ચામડીની
વીંટી. કપાળ સફેદ. તેની ઉપર કાળી પટ્ટી. પછી પાતળી સફેદ રેખા. બાકીનું માથું ઘેરું
બદામી. આંખથી કાન સુધી કાળું ધાબું. દાઢી અને ગળું સફેદ. ડોકનો કાંઠલો પણ સફેદ.
તેનાં લીધે માથાથી બદામી પીઠ જુદી પાડે. છાતી ઉપર સળંગ કાળો પટ્ટો. પંખ ઘેરી
બદામી. તેમાં સફેદ પટ્ટો નથી હોતો. પેટાળ સફેદ. પૂંછડીની બંને બાજુની ધાર સફેદ. પગ
મેલા કે પીળાશ પડતા.
કાંઠલાવાળી નાની ઢોંગીલીના વતનનો વિસ્તાર
મોટો – સ્વીડનથી ઉત્તર એશિયા. આપણે ત્યાં જોવા મળતી નાની ઢોંગીલી તેની એક પેટા જાત
છે અને તે ગુજરાત અને ભારતમાં વસે છે. નદી, તળાવના કિનારા, ભીનાં ઘાસિયા વિસ્તારો
તથા ખાસ કરીને દરિયાકિનારાના કાદવિયા મેદાનોમાં જોવા મળે. વ્યાપક પંખી.
માહિતી : લાલસિંહ રાઓલ