Republic Day - 2019

Showing posts with label પ્રાણીજગત. Show all posts
Showing posts with label પ્રાણીજગત. Show all posts

09 December 2019

નીલગાય

નીલગાય
 
નીલગાય સામાન્ય રીતે ખેતરોમાં જોવા મળે છે. તેઓ મોટાભાગે ખેતરોને નુકસાન કરતી હોવાથી તે ખેડૂતોના દુશ્મન સમાન હોય છે. નીલ ગાયને રોજડા તરીકે પણ ઓળખવામાં આવે છે. નીલગાય સૌથી વધુ એશિયામાં જોવા મળતું પ્રાણી છે. ભારતમાં તે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર જેવાં રાજ્યોમાં પણ જોવા મળી રહે છે. નીલગાયને હરણની પ્રજાતિનું પ્રાણી ગણવામાં આવે છે.
નીલગાય એક સસ્તન પ્રાણી છે. તે દેખાવમાં ગાય જેવું હોય છે, જોકે તેમનું શરીર નીલા રંગનું હોય છે. આ કારણે આ પ્રાણીને નીલગાય કહે છે. નીલગાય ખૂબ જ ઓછી માત્રામાં પાણી પીવે છે. તે પાણી વગર લાંબા સમય સુધી ચલાવી શકે છે. આ કારણે તે ખેતરો ઉપરાંત રેતાળ પ્રદેશમાં પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેનું શરીર ઘોડા જેવું હોય છે. પુખ્ત નીલગાયની ઊંચાઈ પાંચ ફૂટ જેટલી હોય છે તેમજ તેની લંબાઈ છ ફૂટ કરતાં પણ વધારે હોય છે. નર નીલગાય માદા કરતાં શરીરમાં વધારે વજનદાર હોય છે. નર નીલગાયનું વજન ૨૫૦ કિલોગ્રામ જેટલું હોય છે, જ્યારે માદાનું વજન ૨૧૫ કિલોગ્રામ જેટલું હોય છે. નીલગાયના રંગને કારણે જ તેને નીલગાય નામ આપવામાં આવ્યું છે પણ માદા નીલગાયનો રંગ બદામી જેવા રંગનો હોય છે. તેમના આગળના બે પગ પાછળના બે પગ કરતાં લાંબા હોય છે અને આ કારણે જ તે ઘોડાની જેમ ઝડપથી દોડી શકે છે. નર નીલગાયની ગરદન પર સફેદ વાળનો ગુચ્છો હોય છે તેમજ તેની ગરદન લાંબી અને મજબૂત હોય છે. નર અને માદા નીલગાય તેમના શિંગડાંના કારણે પણ એકબીજાથી અલગ પડે છે. નર નીલગાયના માથા પર નાનાં શિંગડાં હોય છે. તેમની સૂંઘવાની શક્તિ તીવ્ર હોય છે. આ ઉપરાંત તેમની આંખો દૂર સુધી શિકારી પ્રાણીને જોઈ શકે છે. જોકે તેમની સાંભળવાની ક્ષમતા ઘણી ઓછી હોય છે. નીલગાય સામાન્ય રીતે શાંત પ્રાણી છે. તે એક શાકાહારી પ્રાણી છે. તેનો મુખ્ય ખોરાક ઘાસ છે. આ ઉપરાંત તેઓ પાંદડાં, ફૂલ, ફળ અને ખેતરના પાકને પણ આરોગે છે.
આઠ મહિનાની ગર્ભાવસ્થા બાદ માદા નીલગાય બચ્ચાને જન્મ આપે છે. તે એક સમયમાં એકથી ત્રણ જેટલાં બચ્ચાંને જન્મ આપે છે. જન્મના થોડા સમયમાં જ બચ્ચાં પોતાના પગ પર ઊભા થઈ જાય છે.
નીલગાય મોટાભાગે ઝુંડમાં જોવા મળે છે. ક્યારેક ક્યારેક નર નીલગાય એકલી ફરતી જોવા મળી રહે છે. માદા નીલગાય ક્યારેક ભેંસની જેમ ભાંભરે છે અને નર નીલગાય ઝઘડો કરે ત્યારે જોરજોરથી ચીસો પાડે છે. નીલગાયનો આયુષ્યકાળ બારથી પંદર વર્ષ જેટલો હોય છે.
સાભાર : નીરવ દેસાઈ
http://sandesh.com/eucalyptus-front-two-foot-back/

19 April 2019

નીલગાય

પવિત્ર નીલગાય :
 
ઘોડા જેવું પરંતુ થોડું બેઢંગુ શરીર છલાંગ મારીને દોડતાં, વાડ ટપાવીને કૂદતાં પ્રાણીઓ- એ નીલગાય. ગુજરાતીમાં રોઝ, રોઝડાં તરીકે પણ પ્રખ્યાત છે. શાસ્ત્રીય નામ Boselaphus tragocamelus છે. ઘેરા રાખોડી રંગનો નર પર થી ૫૬ ઇંચ ઊંચો (૧૩૦-૧૪૦ સે.મી) હોય છે.

આછા ઘઉવર્ણા રંગની માદા કદમાં ઠીંગણી હોય છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પં.બંગાળ, રાજસ્થાન, હિમાલયની તળેટીનાં તેરાઇના જંગલોથી માંડીને કર્ણાટક સુધી આ પ્રાણીઓ દેખાય છે હરણાંઓની ટોળીનાં સભ્ય છે. હિંદુઓ ગાયની જેમ નીલગાયને પવિત્ર ગણતા હોઇ તેને રક્ષણ આપે છે. ઘાસિયા મેદાનો, ટેકરીઓ અને વગડામાં ગાઢ જંગલોથી દૂર રહે છે. જરાપણ ભયસૂચક સંકેત મળતાં છલાંગ મારીને ભાગે છે.

ખેતરોમાં નૂકસાન કરે છે સવાર સાંજ ચારો ચરે છે. બોરડીઓનાં પાન, ફળ વગેરે આરોગે છે. રીંછ વગેરે બીજા પ્રાણીઓની જેમ નીલગાય પણ મહુડાનાં નીચે પડેલાં ફળો આરોગે છે અને નશામાં ઝૂમે છે. પાંચ-દસ કે કોઇવાર વીસનાં ટોળામાં ફરે છે. નરનાં ગળામાંથી કડક કેશવાળીનું ઝૂમખું ફુમતાંની જેમ લટકતું હોય છે. બન્નેમાં ગાતા ઉપરની બાજુ કાળા વાળ હોય છે. નાનકડાં આગળ વળેલાં શીંગડા નરમાં જ હોય છે. શરૂઆતમાં ત્રીકોણીયા હોય છે. છેડા પાસે ગોળ હોય છે નીલગાય લાંબા સમય સુધી પાણી વગર રહી શકે છે. તેમની વિષ્ટાનો ઢગ એક જ જગ્યાએ થયેલો જોવામાં આવે છે. માદા અઢી વર્ષની ઉંમર થતાં પરીપકવ થાય છે. નર સાથે સમાગમ કરવા માંડે છે. આઠ-નવ મહિનાનાં ગર્ભકાળ પછી એક કે બે બચ્ચાં જન્મે છે.

નર-માદા બંન્નેમાં ગાલ ઉપર સફેદ ટપકાં હોય છે અને ગળા ઉપર સફેદ ચકતું હોય છે

ઉત્તર ગુજરાતમાં રાજ્યોનાં વિલિનીકરણ પહેલાં થરાદમાં વાઘેલા રજપૂતોનું રાજ્ય હતું. ૧૫૦ ગામનું રજવાડું હતું. છેલ્લા રાજા ભિમસિંહજીનાં સમયમાં તેમની હદમાં નીલગાયનો શિકાર કરવા આવેલો થરાદ ઠાકરે તેમને નીલગાયનો શિકાર કરવાની મના કરી હતી. અને અંગ્રેજોની ખોફગી વહોરી હતી.
સસ્નેહ -ડૉ. અશોક એસ. કોઠારી


17 November 2018

સોનેરી નોળિયો


સોનેરી નોળિયો (Ruddy Mongoose)


નોળિયો આપણી કથા-દંતકથા અને માન્યતાઓમાં ઘણું આગવું સ્થાન ધરાવે છે. અગાઉના સમયમાં મદારીઓએ પણ તેનો ભરપુર ઉપયોગ કર્યો છે. નોળિયા અને સાપની લડાઈમાં એક એવી માન્યતા છે કે લડાઈ દરમ્યાન થોડી થોડીવારે કોઈ વનસ્પતિ સૂંઘી આવે અને નોળિયાને ઝેરની અસર ન થાય. પરંતુ જાણકારોનું એવું માનવું છે કે હકીકતમાં એવી કોઈ જડીબુટ્ટી નથી કે સપનું ઝેર ચડે નહિ. પણ નોળિયાની ચામડી એટલી ઝાડી છે કે તેને સાપની દાઢ અસર કરતી નથી. બીજું એ કે નોળિયો બહુ સ્ફૂર્તિલું પ્રાણી છે અને સાપના હુમલાને  ચપળતાથી ચુકાવી દે છે. 

જંગલી બિલાડી


જંગલી બિલાડી (Jungle Cat) 


વાઘ બિલાડી કે વાઘર બિલ્લા તરીકે જાણીતી આ બિલાડી ગામની આજુબાજુમાં વધુ જોવા મળે છે. તે રાતના સમયે ગામની અંદર પણ આવે છે.
જંગલી બિલાડી દેશી બિલાડી કરતાં કદમાં મોટી હોય છે અને તે 2 ફૂટ ઉંચી હોય છે તથા તેનું વજન અંદાજે 5થી 6 કિલો હોય છે. તેના પગ લાંબા અને પૂછડી ટૂંકી હોય છે જે આ પ્રાણીને સાવ અલગ દેખાવ આપે છે. તેનો રંગ રેતાળ ભુખરોથી માંડીને પીળાશ પડતો ભુખરો હોય છે. તેની પૂંછડીમાં કાળા રંગની ગોળાકાર પટ્ટીઓ હોય છે, પૂંછડીના છેડાનો ટોચનો ભાગ કાળા રંગનો હોય છે. તેનું સરેરાશ આયુષ્ય 10થી 15 વર્ષનું છે. કોઇપણ પરિસ્થિતિમાં ઝડપથી પોતાની જાતને ઢાળી લેતી હોવાથી જંગલી બિલાડી માનવ વસતીની આસપાસ જોવા મળે છે તેમજ નદી કિનારાના વિસ્તારોમાં દર બનાવીને રહે છે.

28 July 2018

Leopard


દીપડો- 

એ બિલાડી કુળનું ગુજરાતમાં મળી આવતું અનોખું પ્રાણી છે. તે પ્રાકૃત્તિક સંજોગો પ્રમાણે અનુકૂલન ઝડપથી સાધી લેતાં પ્રાણીઓ પૈકીનો એક હોવાથી રાજ્યમાં તેની વસતી સતત વધી રહી છે. દીપડો અમદાવાદ જિલ્લાને છોડીને સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં જોવા મળે છે. સોનેરી રંગના શરીર ઉપર કાળા રંગના ટપકાંનાં ઝુમખા દીપડાને પ્રાણીસૃષ્ટીના સૌથી આકર્ષક પ્રાણી પૈકીનો એક બનાવે છે. દીપડાનું આયુષ્ય 20 વર્ષ સુધીનું હોય છે. તે નિશાચર પ્રાણી છે અને રાત્રે જ શિકાર કરે છે. તેના ભક્ષ્યમાં હરણ, વાંદરા, કૂતરા, મોર, ઘેંટા અને બકરાંનો સમાવેશ થાય છે. તેની શિકાર કરવાની આદતોને લીધે આ માંસભક્ષી અને માનવો વચ્ચે ઘર્ષણ થવાના કિસ્સા અવારનવાર બનતાં રહે છે. દીપડો વૃક્ષ ઉપર પણ આસાનીથી ચઢી શકે છે. ઘણી વખત તે શિકારને લઇ તે વૃક્ષ ઉપર ચઢી જાય છે. ગામડાના હદવિસ્તારમાં કૂતરાઓના ભસવાનો અવાજ અને જંગલમાં વાંદરાઓની હૂપાહૂપ આ માંસભક્ષીની હાજરીની ચાડી ખાય છે. માતા દીપડી એક વખતની વિયાણ (પ્રસૂતિ)માં 2થી 4 બચ્ચાંને જન્મ આપે છે. તેનો પ્રસૂતિકાળ 84થી90 દિવસ હોય છે.
ગુજરાતમાં દીપડાની વસતી સતત વધતી રહી છે. હાલમાં ગુજરાતમાં "1070” (2006ની વસતી ગણતરી)થી વધુ દીપડાની વસતી છે.

17 July 2018

Indian Jackal

The Indian Jackal (Canis aureus indicus), belongs to the dog family and plays a very important role in the maintenance of the Eco-system as a scavenger. Jackals can best be described as opportunistic omnivores. They cooperatively hunt small or young deer such as Chital (Spotted deer) or, Barking deer. They also eat snakes and other reptiles, insects, ground-dwelling birds, fruits, berries and grass.

03 May 2018

સિંહ


એશિયાઇ સિંહ: 

એશિયાઇ સિંહ એ બિલાડ વંશનું સૌથી ઊંચું અને વાઘ પછીનું સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશિયાઇ સિંહએ ભારતમાં જોવા મળતી ૫ "મોટી બિલાડી" ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફ નો દિપડો (snow leopard), અને ધબ્બેદાર દિપડો (clouded leopard) વગેરે છે. પહેલાના સમયમાં તે અરબસ્તાન થી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં, ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાં સિંહ, વખત જતાં આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પુરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે. પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખીજ હોય છે.
આ પ્રાણી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં, જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં બે થી ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે, ચાર બચ્ચા આપ્યાનું પણ નોંધાયેલ છે.