જંગલી બિલાડી (Jungle Cat)
વાઘ બિલાડી કે વાઘર બિલ્લા તરીકે જાણીતી આ બિલાડી ગામની
આજુબાજુમાં વધુ જોવા મળે છે. તે રાતના સમયે ગામની અંદર પણ આવે છે.
જંગલી બિલાડી દેશી
બિલાડી કરતાં કદમાં મોટી હોય છે અને તે 2 ફૂટ ઉંચી હોય છે તથા તેનું વજન અંદાજે 5થી 6 કિલો હોય છે. તેના પગ લાંબા અને પૂછડી ટૂંકી હોય છે જે આ પ્રાણીને સાવ અલગ
દેખાવ આપે છે. તેનો રંગ રેતાળ ભુખરોથી માંડીને પીળાશ પડતો ભુખરો હોય છે. તેની પૂંછડીમાં કાળા રંગની ગોળાકાર પટ્ટીઓ હોય છે, પૂંછડીના છેડાનો ટોચનો ભાગ કાળા રંગનો હોય છે. તેનું સરેરાશ આયુષ્ય 10થી 15 વર્ષનું છે. કોઇપણ પરિસ્થિતિમાં ઝડપથી પોતાની જાતને ઢાળી લેતી હોવાથી જંગલી બિલાડી માનવ વસતીની
આસપાસ જોવા મળે છે તેમજ નદી કિનારાના વિસ્તારોમાં દર
બનાવીને રહે છે.