Republic Day - 2019

18 November 2018

White-eared bulbul

કનરા બુલબુલ (કચ્છી બુલબુલ, રણ બુલબુલ)


સફેદ ગાલવાળા આ બુલબુલનું અંગ્રેજી નામ વ્હાઇટ ઇઅર્ડ બુલબુલ (White-eared bulbul). પહેલાં વ્હાઇટ ચીકડ બુલબુલ હતું. કચ્છના કેટલાક ભાગમાં જોગીડા તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ભારત અને પાકિસ્તાનમાં ઘણું વ્યાપક છે. આછા જંગલો, વનવગડા, રણ પ્રદેશ પણ તેને માફક છે. તેથી કચ્છ બનાસકાંઠાનો વાવ થરાદરીનો પ્રદેશ તેને અડીને સિંધનો થરપારકરનો પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, વાયવ્ય સરહદ પ્રાંત, અને ઉત્તર અને મધ્ય ભારતમાં વસવાટ છે. ગાલ ઉપર શ્ર્વેત ચકતું, પૂંછના મૂળ ભાગ નીચે પીળો રંગ, કાળું માથું, નાનકડી કલગી, પેટાળ સફેદ અને પીઠ ઉપર રેતીયો રંગ હોય છે.
આ પક્ષી ફળો, સેતૂર, કીટકો આરોગે છે. નર-માદા દેખાવે સરખા હોય છે. ફેબ્રુઆરીથી મે દરમ્યાન તેમનો પ્રજનન સમય છે. નાના વૃક્ષ કે છોડવા ઉપર કરોળિયાના જાળાં ઘાસ, પત્તાનો વાટકી આકારનો માળો બનાવે છે. તેમાં ૨-૩,ગુલાબી પડતાં સફેદ અને ઉપર જાંબલી-ક્થ્થાઇ છાંટણાંવાળાં ઇંડાં મૂકે છે.
બીજી બધી રીતરસમો, પ્રજનન, માળો વગેરે ઉપરની બે જાતોને મળતાં આવે છે.
માહિતી:-ડૉ. અશોક એસ. કોઠારી