નીલકંઠ/ચાષ
આછા નીલા રંગના આ નીલકંઠ પક્ષીનું બીજું નામ ચાષ છે. અંગ્રેજી નામ ઈન્ડિયન રોલર (Indian Roller) અથવા બ્લુ જે (Blue Jay) છે. કાબરના કદનું આ પક્ષી મોટું માથું અને કાળી ભારે ચાંચ ધરાવે છે. રતાશ પડતી આછા કથ્થાઇ રંગની છાતી અને આછા ઘેરા વાદળી રંગના પટ્ટાઓવાળી પાંખો ધરાવે છે. ગાઢ જંગલોથી દૂર ખેતરોમાં લાકડાના ઠૂંઠા ઉપર પિલ્લર ઉપર કે વૃક્ષની ડાળી ઉપર બેસે છે. તમરાં, તીડ, કંસારી, તીતીઘોડા, દેડકાં, ગરોળી વગેરે નજરે પડતાવેંત ઊડીને ચાંચમાં પકડી તે જ બેઠક ઉપર પાછું બેસે છે. આ પક્ષી પાકનો નાશ કરતા જીવજંતુઓને આરોગી ખેડૂતોને લાભકર્તા બની રહે છે. જાતજાતના કર્કશ, ઘોંઘાટમય અવાજ કાઢે છે.
નર પક્ષી માદાને રીઝવતો હોય છે. ત્યારે ભારે કલબલાટ કરી મૂકે છે. હવામાં ગુલાંટી, ડૂબકી મારી હેરતભર્યા ખેલ પણ કરે છે. તે સમયે પાંખોના ચળકતા રંગ સૂર્યપ્રકાશમાં ઝગારા મારે છે.
પ્રજનન, માળો, ઇંડાં:
ભારતભરમાં દેખાતું આ પક્ષી ઇંટમાટી, ચૂનાનાં મકાનની દીવાલમાંના બાકોરામા ઝાડની બખોલમાં પીંછાં, ઘાસ, ચીથરા વગેરે પાથરી માળો બનાવે છે. માર્ચથી જુલાઇ પ્રજનન ઋતુ છે. ચારથી પાંચ ચળકતાં સફેદ ઇંડાં મૂકે છે. કોંગ્રેસની સ્થાપના કરનાર એલન હ્યુમે પોતાના પુસ્તક (ગયતિં ફક્ષમ યલલત જ્ઞર ઈંક્ષમશફક્ષ ઇશમિત)માં ભારતમાં વિવિધ સ્થળોએ વસતા આ પક્ષીના માળા, ઇંડાં, પ્રજનન વિષે વિસ્તૃત વર્ણન કર્યું છે.
શંકર ભગવાનનાં આ માનીતા પક્ષીને હિંદુઓ પવિત્ર ગણે છે. એક જમાનામાં નાગપુરના રાજા દશેરાને દિવસે નીલકંઠ પક્ષીઓને પાંજરામાંથી છોડી મુક્તિ આપતા હતા.
માહિતી-ડૉ. અશોક એસ. કોઠારી