Republic Day - 2019

15 November 2018

ઇસબગુલ

પાચનતંત્રની તકલીફોમાં  ઉત્તમ ઇસબગુલ :


આજના સમયમાં ઈસબગુલનું મહત્વ વધતું જઈ છે. ઇસબગુલનો ઉપયોગ પાચનતંત્રને સંબંધીત રોગોની સમસ્યાઓ માટે દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ઈસબગુલનો છોડ લગભગ 3 ફૂટ ઉંચો હોય છે. આ છોડના બીજમાં સફેદ રંગની ભૂસી હોય છે . ઇસબગુલન બીજ અને ભૂસીમાંથી મોટી માત્રામાં મ્યુસિલેઝ મળે છે. જેમાં જાઈલોઝ, એરેવિનોઝ, રેમન્નોઝ અને ગ્લેકટોઝ મળી આવે છે. અતિસાર, પેચિશ જેવી પેટની સમસ્યાઓમાં ઈસબગુલની ભૂસીનો ઉપયોગ કરવામાં આવે છે.

ઇસબગુલનો ઉપયોગ કરવાથી કબજિયાત, દસ્ત,સાંધાનો દુઃખાવો, મળમાં લોહી પડવું, શરીરમાં પાણીની કમી, મોટાપા અને ડાયાબિટીઝમાં રાહત રહે છે.

વજનને નિયંત્રિત રાખવા માટે રાતે સૂતા પહેલા થોડા દિવસ સુધી ઈસબગુલનું સેવન કરવું જોઈએ. ફાઈબર યુક્ત ઈસબગુલના સેવન કરવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.

કબજિયાતને કારણે માથાનો દુખાવો અને આળસ આવવી સામાન્ય વાત છે. કબજિયાતથી  છૂટકારો મેળવવા માટે રોજ રાતે સૂતા પહેલા બે ચમચી ઈસબગુલને હૂંફાળા પાણી સેવન કરવાથી રોજ સવારે તમારું પેટ એકદમ સાફ થઈ જશે. દર 4 કે 5 દિવસે સેવન કરવાથી રાહત થાય છે.

ઈસબગુલમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય કોલોસ્ટ્રોલનું લેવલ પણ ઓછું થાય છે. અને હ્રદય સંબંધિત બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ બને છે.

ઈસબગુલને દહીં સાથે ખાવાથી પેટ સંબંધી સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.
માહિતી સ્ત્રોત : https://www.gstv.in/isabgol-benifit/