Republic Day - 2019

22 November 2018

વગડાઉ ટિટોડી

Yellow-wattled Lapwing : વગડાઉ ટિટોડી

આપણે ત્યાં જોવા મળતી બીજી ટિટોડીનું નામ છે વગડાઉ ટિટોડી. કદ ટિટોડીથી નાનું. તેની ચાંચ પાસે લાલને બદલે પીળી ખુલ્લી ચામડી છે. માથું કાળું. ગળું, છાતી અને વાંસો ભૂરાશ પડતાં ખાખી. પેટાળ સફેદ. પૂંછડી સફેદ અને તેમાં વચ્ચે કાળો પાટો. ચાંચ કાળી. પગ પીળા. નર-માદા સરખાં. ખેતરો કરતાં ઉજ્જડ વગડાનું પંખી. સંખ્યામાં ટિટોડી કરતાં ઓછી. ટી...વીચ.. ટી...વીચ.. એવી એની બોલી. ટિટોડી કરતાં અવાજ થોડો તીણો ખરો, પણ ઓછો કર્કશ. ખોરાકમાં જીવાત, કીડા મકોડા.
માહિતી: પ્રકૃતિ પરિચય શ્રેણી: ૧