Republic Day - 2019

02 November 2018

હોલી

ઘર આંગણાનું પંખી --
હોલી/ હોલડી (ખુમડી હોલી) : Laughing dove/ Little brown dove

હોલી પારેવા કુળનું ( ફેમીલી કોલંબાઈડ) પક્ષી છે. હોલી અને હોલો ઘણી વાર સાથે ફરતા દેખાય અને તેને લીધે લોકો હોલીને હોલાની માદા સમજે છે.
આછા ભૂરા અને ભૂખરા રંગનાં આ પક્ષીની ગરદન ઉપર શતરંજના ચોકઠાં જેવાં કાળાં નાનાં ટપકા દેખાય છે. હોલી ૨૦ થી ૨૩ સે.મી લાંબો અને શરીરમાં નાજુક દેખાય છે. તે જયારે બોલે ત્યારે નાનું બાળક હસતું હોય એમ લાગે છે અને તેથી તેને અંગ્રેજીમાં ‘લાફિંગ ડવ’ કહે છે. તેને ‘લીટલ બ્રાઉન ડવ’ પણ કહે છે. હિન્દીમાં તેને પડકી અથવા પેન્ડુંકી કહે છે. હોલી ભારતભરમાં રહે છે. હોલી વધારે સૂકાં પ્રદેશમાં અને ખાસ કરીને કંટાળા વન વિસ્તારમાં રહેવા પસંદ કરે છે. શ્રીલંકા જેવા ભેજવાળા દેશોમાં તે નથી રહેતો. હોલાની જેમ હોલી પણ ઘરનાં આંગણામાં ફરતા દેખાય છે અને ડોક આગળપાછળ કરતા ચાલે છે. એની બાજુમાંથી પસાર થઈએ ત્યારે તે બે-પાંચ ડગલાં ખસી અને ફરીથી એજ જગ્યાએ આવી ચણવા માંડે છે. હોલાની જેમ તે સંવનન સમયે માદાની આજુ બાજુ કાચીંડાની જેમ ગરદન ઉપર-નીચે કરતો ચાલે છે અને ૫-૬ મીટર ઉપર ઉડી અવાજ કરતો માદા ની પાસે પરત આવે છે.
હોલી જમીન ઉપર વેરાયેલા દાણા અને બી ખાય છે. ગામડાના ઘરના પીઢીયા ઉપર અથવા ઉપસી આવેલ પાળ ઉપર પોતાનો માળો બનાવે છે અને ૨ સફેદ ઈંડાં મૂકે છે. પાતળાં સાઠીકડાં વડે અસ્તવ્યસ્ત માળો બનાવે અને જયારે માદા એમાં બેસવા જાય ત્યારે એકાદ ઈંડું પડી જાય. વળી બાકી રહેલું ઈંડું શિકારી પક્ષી ચટ કરી જાય. નસીબે વર્ષ દરમિયાન એકાદ વખત એમાં બચ્ચાં થાય.
માહિતી : mayurvaishnav