ઢાઈ દિન કા ઝોપડા
અઢાઈ દિન કા ઝોપડા એક
ઐતિહાસિક ઈમારત છે, જે રાજસ્થાનનાં
અજમેર શહેરમાં સ્થિત છે. એવું મનાય છે કે આ ઐતિહાસિક ઈમારત ચૌહાણ સમ્રાટ બીસલદેવ એ
સન ૧૧૫૩માં બનાવી હતી. તે મૂળ સંસ્કૃત વિદ્યાલય હતી; જેમને ૧૧૯૮માં શાહબુદ્દીન મુહમ્મદ ગોરી એ
મસ્જિદનું સ્વરૂપ આપી દીધું હતું. કહેવાય છે કે આ મસ્જિદને બનાવવામાં ફક્ત ૨.૫
દિવસ જ લાગ્યો હતો, આ માટે તેમને ' અઢાઈ દિન કા
ઝોપડા' પણ કહેવામાં આવે
છે.
આ ઈમારતમાં સાત કમાનો
બનેલા છે, જેમનાં પર
કુરાનની આયાતો લખેલી છે. તે હિંદુ-મુસ્લિમ સ્થાપત્ય શિલ્પકળાનાં અદ્વિતીય ઉદાહરણ
છે. અહીં દર વર્ષે ૨.૫ દિવસનો મેળો લાગે છે.
અહીં રહેતા લોકોનું
માનવું છે કે અહીં દર વર્ષે ૨.૫ દિવસનો મેળો લાગે છે તેનાં કારણે તેમનું આ નામ
પડ્યું છે. કારણ કે લોકોનું માનવું છે કે કોઈ કેવી રીતે આટલી જલ્દી આવડી વિશાળકાય
ઈમારતનું નિર્માણ માત્ર આટલાં ઓછાં સમયમાં કરી શકે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia