'હેરી પોટર' સિરીઝથી ખૂબ
લોકપ્રિયતા મેળવનાર જે. કે. રોલિંગ
'હેરી પોટર' સિરીઝથી ખૂબ લોકપ્રિયતા મેળવનાર જે. કે.
રોલિંગનું પૂરું નામ જોએન. કે. રોલિંગ છે. તેઓ જે. કે. રોલિંગ ઉપરાંત રોબર્ટ
ગેલબ્રેઈથ નામે પણ પુસ્તકો લખ્યા છે.
રોલિંગને બાળપણથી જ
કાલ્પનિક વાર્તા લખવાનો શોખ હતો. આ શોખ આગળ વધારવા તેઓ ખૂબ સંઘર્ષ કર્યો. પરિણામે
તેઓ એક દિવસ બેરોજગારથી વિશ્વના પહેલા અબજોપતિ લેખિકા બની ગયા!!!
વિશ્વવિખ્યાત ફિલ્મ અને
તે જેના પરથી બની છે તે નવલકથા કઈ રીતે લખાઈ તેમની પાછળ એક રસપ્રદ કહાની છે. વર્ષ
૧૯૯૦માં માન્ચેસ્ટરથી લંડન જતી વખતે ટ્રેઈન ચાર કલાક મોદી પડી ત્યારે જે. કે.
રોલિંગને પહેલી વાર હેરી પોટર લખવાનો વિચાર આવ્યો. શરૂઆતમાં તેમણે તેમનાં વિચારો
એક નેપકીન પર ટપકાવી દીધેલા હતા. આજે સર્વવિદિત છે કે, આ શ્રેણીએ
વિશ્વના સૌથી ઝડપી વેચતા પુસ્તક તરીકે વિક્રમ સ્થાપ્યો છે.
એલિઝાબેથ ગોજની નવલકથા 'ધ લિટલ વ્હાઈટ
હાઉસ' અને જેન ઓસ્ટિનની
નવલકથા 'એમ્મા' જે. કે.
રોલિંગનાં મનપસંદ પુસ્તકો પૈકી છે.
જે. કે. રોલિંગ એક સફળ
લેખિકા હોવા ઉપરાંત ફિલ્મ પ્રોડ્યુસર, સ્ક્રીન રાઈટર અને દાન કાર્ય કરનારા પણ છે.
કાલ્પનિક નોવેલ ઉપરાંત તેઓ ક્રાઈમ, ટ્રેજિકોમેડી વગેરે અંગેનું લખાણ પણ લખ્યું છે.
આ સિવાય તેઓ 'ધ કેઝ્યુઅલ
વેકેન્સી', 'ફેન્ટાસ્ટિક
બિસ્ટસ', 'ધ સિલ્કવોર્મ' વગેરે પુસ્તકો પણ
લખ્યા છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia