Republic Day - 2019

30 December 2018

આપણા કાન અવાજ કેવી રીતે સાંભળે છે ?



આપણી આસપાસ ઘણી જાતના અવાજો થતાં જ રહે છે. પૃથ્વીનું વાતાવરણ જાતજાતના અવાજોથી ભરાયેલું છે. આપણે ન જોવું હોય ત્યારે આંખો બંધ કરી શકીએ પણ કાન આ અવાજ કેવી રીતે સાંભળે છે તે જાણો છો ? અવાજ તરંગો દ્વારા વાતાવરણમાં ફેલાય છે. આપણા કાનની બાહ્ય રચના અવાજને કેન્દ્રિત કરીને ગ્રહણ કરે છે. 
અવાજના મોજાં કાનમાં પ્રવેશીને મધ્યકર્ણમાં જાય છે. મધ્યકર્ણ એટલે કાનનો વચ્ચેનો ભાગ કે જે ગળાની ઉપરના ભાગે ખોપરી નીચે હોય છે. મધ્યકર્ણના છેડે પાતળી ચામડી જેવો પડદો હોય છે. આ પડદો અનાજના તરંગોથી ધ્રૂજે છે.

એટલે અવાજ ધ્રુજારીના તરંગો થઈ આગળ વધે છે. અવાજના આ તરંગો અંતઃકર્ણમાં પહોંચે છે. અંતઃકર્ણમાં ખૂબ જ નાજુક અને નાનકડા ત્રણ હાડકાં હોય છે. એરણ, હથોડી અને પેગડા આકારના આ હાડકાં અવાજના તરંગોથી ધ્રૂજે છે. અને તેની સાથે જોડાયેલા જ્ઞાનતંતુઓ અવાજને ઓળખીને મગજમાં મોકલે છે.

સૌજન્ય : gujaratsamachar