ખાંડના દાણા નાના મોટા
હોય પણ આકારમાં એક સરખા ચોરસ જ હોય છે. ખાંડ એ સ્ફટિક છે. સ્ફટિક એટલે ક્રિસ્ટલ, મીઠા સહિતના કેટલાક પદાર્થો સુક્ષ્મ
સ્ફટિકના બનેલા છે.
તેના આકાર ચોરસ, ત્રિકોણ, ષટકોણ કે લાંબી સળી જેવા હોય છે. આ દ્રવ્યો કુદરતી રીતે જ સ્ફટિક હોય છે.
દરિયાના પાણીમાં રહેલા ક્ષારો પાણી સૂકાય ત્યારે સ્ફટિક સ્વરૂપે બાઝેલા હોય છે. શેરડીના રસમાંથી ખાંડ બને ત્યારે તે પણ ચોરસ સ્ફટિક આકારની બને છે.

ખાંડ બનાવવા માટે શેરડીના રસને ખૂબ જ
ઉકાળવામાં આવે છે. એટલે તેમાંનું પાણી ઉડી
જાય છે અને ઘટ્ટ
રગડો બને છે. આ રગડાને ઠારીને તેઓ શુદ્ધ કરવા માટે રસાયણો ઉમેરાય છે. ત્યારબાદ તેને ફરી ગરમ
કરવામાં આવે છે. એટલે બાકીનું પાણી પણ
ઉડી જાય છે. એક
ઘટ્ટ રગડાને શૂન્યાવકાશની ટાંકીમાં રાખી કોરી કરવામાં આવે છે.
ત્યારબાદ તેને બ્લેન્ડરમાં નાખી ચક્રાકાર ઘુમાવવામાં આવે છે. રગડો ઝડપથી ફરે ત્યારે તેના વજનદાર કણો કિનારે ધકેલાય છે. અને સ્ફટિક સ્વરૂપે એકઠા થાય છે. સૂકાય ત્યારે ખાંડના ચોરસ અને સફેદ દાણા બને છે.
તેને ચાળણી વડે ચાળીને નાના મોટા કદના દાણા અલગ કરવામાં આવે છે. ખાંડના કારખાનામાં આ પ્રક્રિયા માટે જંગી કદના માટીનો હોય છે, એટલે જથ્થાબંધ ખાંડ ઝડપથી બને છે.

સૌજન્ય : gujaratsamachar