ફતેહપુર સિક્રી એક નગર છે જે આગ્રા જિલાની એક નગરપાલિકા છે. આ
ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં સ્થિત છે. મોગલ સામ્રાજ્યમાં અકબરના રાજ્યમાં ૧૫૭૧
થી ૧૫૮૫ સુધી આ શહેર રાજધાની રહ્યું હતું અને પછી તેને પાણીની તંગીને કારણે ખાલી
કરી દેવાયું. ફતેહપુર સિક્રી હિંદુ અને મુસ્લિમ વાસ્તુશિલ્પના મિશ્રણનું સૌથી
ઉત્તમ ઉદાહરણ છે. ફતેહપુર સિક્રી મસ્જિદના વિષે કહેવાય છે કે આ મક્કાની મસ્જિદની
નકલ છે અને આની રચના હિંદુ અને પારસી વાસ્તુશિલ્પથી લેવાઈ છે. મસ્જિદનો પ્રવેશ
દ્વાર ૫૪ મીટર ઊંચો બુલંદ દરવાજો છે, જેનું નિર્માણ ઇ.સ. ૧૫૭૦માં કરવામાં આવ્યું.
મસ્જિદની ઉત્તરમાં શેખ સલીમ ચિશ્તીની દરગાહ છે જ્યાં નિ:સંતાન મહિલાઓ દુઆ માંગવા
માટે આવે છે.
આંખ મિચૌલી, દીવાન-એ-ખાસ, બુલંદ દરવાજો, પાંચ મહલ, ખ્વાબગાહ, અનૂપ તાળાવ
ફતેહપુર સિક્રી ના પ્રમુખ સ્મારક છે.
મોગલ બાદશાહ બાબરે રાણા
સાંગાને સિક્રી નામક સ્થાન પર હરાવ્યાં હતાં, જે વર્તમાન આગ્રાથી ૪૦ કિ.મિ. છે. પછી અકબરે
આને મુખ્યાલય બનાવવા હેતુ અહીં કિલ્લો બનાવડાવ્યો, પરંતુ પાણીની ઉણપને કારણે રાજધાની ને આગ્રાના
કિલ્લામાં સ્થાનાંતરિત કરવી પડી. આગ્રાથી ૩૭ કિમી. દૂર ફતેહપુર સિક્રીનું નિર્માણ
મહાન મોગલ સમ્રાટ અકબરે કરાવડાવ્યું હતું. એક સફળ રાજા હોવા સાથે-સાથે તે કલાપ્રેમી
પણ હતો. ૧૫૭૦-૧૫૮૫ સુધી ફતેહપુર સિક્રી મોગલ સામ્રાજ્યની રાજધાની પણ રહ્યું. આ
શહેરનું નિર્માણ અકબરે સ્વયં પોતાની દેખરેખમાં કરાવડાવ્યું હતું. અકબર નિ:સંતાન
હતો. સંતાન પ્રાપ્તિ ના બધા ઉપાય અસફળ હોવાથી તેણે સૂફી સંત શેખ સલીમ ચિશ્તીને
પ્રાર્થના કરી. આ બાદ પુત્ર જન્મથી ખુશ અને ઉત્સાહિત અકબરે અહીં પોતાની રાજધાની
બનાવવાનો નિશ્ચય કર્યો. પણ અહીં પાણીની બહુ ઉણપ હતી માટે કેવળ ૧૫ વર્ષ બાદ જ
રાજધાની ને પુન: આગ્રા લઈ જવી પડી.
સૌજન્ય : wikipedia