Republic Day - 2019

28 December 2018

પૂંછડી વિનાની માછલી: સનફિશ



માછલીની પૂંછડી તેનું સુકાન છે. પૂંછડી ડાબે- જમણે હલાવીને તે તરવાની દિશા બદલી શકે છે. જાપાન અને કોરિયાના દરિયાકાંઠામાં જોવા મળતી સનફિશ નામની માછલીને પૂંછડી જ નથી.
સનફિશના શરીરની રચના પણ જુદી રીતે ૧૧ ફૂટ લાંબી અને ૧૦ ફૂટ જાડી નળાકાર જેવી આ માછલીનો આગળનો ભાગ અણીદાર હોય છે. તેનું મોં બંદુકના નાળચા જેવું સાંકડું અને લાંબું હોય છે.

હાડકાવાળી માછલીઓમાં આ માછલી સૌથી કદાવર છે તેનું વજન ૨૦૦૦ કિલોગ્રામ જેટલું હોય છે.
સનફિશનું સાંકડું મોં હંમેશાં ખુલ્લું જ રહે છે અને તેના અણીદાર દાંત દેખાય છે. આ માછલીના શરીરે દરિયાઈ જંતુઓ ચોંટે ત્યારે તે ખંખેરવા સપાટી પર ઉછળકૂદ કરતી જોવા મળે છે.

સાંકડુ મોં હોવાથી તે નાની માછલીનો જ શિકાર કરી શકે છે. આ માછલી કદાવર હોવાથી બીક લાગે પરંતુ સ્વભાવે શાંત છે.

સૌજન્ય : gujaratsamachar