Republic Day - 2019

30 December 2018

એરોસોલ સ્પ્રે કેવી રીતે કામ કરે છે ?




અત્તર કે દુર્ગંધ દૂર કરવાના ડિઓડરન્ટ છાંટવા માટે ઉપયોગમાં આવતાં બોટલ જેવા ફૂવારાને એરોસોલ સ્પ્રે કહે છે. બોટલ ઉપરના ઢાંકણ પરનું બટન દબાવો એટલે બાજુના  છિદ્રમાંથી પ્રવાહીનો છંટકાવ થાય છે. એરોસોલ સ્પ્રે સામાન્ય પિચકારી જેવું નથી.

એરોસોલની બોટલમાં અર્ધ સુધી જ  પ્રવાહી ભરવામાં આવે છે. બાકીના ખાલી ભાગમાં ભારે દબાણથી હવા ભરેલી હોય છે. હવાનું દબાણ લગભગ ૫૦ કિલોગ્રામ જેટલું હોય છે. ઢાંકણ સાથે જોડાયેલી નળી પ્રવાહીમાં ડૂબેલી હોય છે.

ઢાંકણ ઉપર આંગળી દબાવતાં જ તેમાંનો વાલ્વ ખુલે છે અને હવાના પ્રચંડ દબાણને કારણે પ્રવાહી તીવ્ર વેગથી બહાર આવે છે. અને છિદ્રમાંથી ફુવારો છુટે છે આ ફુવારામાં પ્રવાહી કરતાં હવા વધુ હોય છે. એટલે પારદર્શક વાદળ જેવો ફૂવારો દેખાય છે.

સૌજન્ય : gujaratsamachar