Republic Day - 2019

28 December 2018

રિમોટ કન્ટ્રોલનું અવનવું




આપણા મોટા ભાગના ઇલેકટ્રોનિક સાધનો રિમોટ કન્ટ્રોલથી ચલાવી શકાય છે. ટી.વી, એસી, પંખા વગેરે બંધ કે ચાલુ કરવા માટે ઉભા થવું પડતું નથી. ટીવીની ચેનલો બદલવા માટે ઉભા થઈને તેની સ્વીચો મચડવી પડતી નથી. દૂર બેઠા બેઠા રિમોટ વડે તે કામ થઈ શકે છે. પરંતુ આ બધા સાધનો માટે અલગ અલગ રિમોટ જોઈએ. એક જ રિમોટ એક જ સાધનમાં કામમાં આવે છે.

હાથમાં રાખવામાં આવતું રિમોટ ચોક્કસ અલ્ટ્રા સોનિક સાઉન્ડના મોજાં ઉત્પન્ન કરાતાં હવે ઇન્ફ્રારેડ કે એલઇડી જેવા વિદ્યુત મોજાંઓવાળાં રિમોટ મળે છે. રિમોટના સિગ્નલ સામેના ટીવી કે એસીમાં ફીટ કરેલાં રીસીવરને મળે છે અને રીસીવર તે મોજાં પ્રકારનાં મોજાં વડે જોડાયેલા હોય છે એટલે ટીવીનું રિમોટ બીજામાં ચાલે નહી.

યુનિવર્સલ રિમોટ કન્ટ્રોલ પણ બજારમાં મળે છે. આ રિમોટ ટીવી, એસી, વીસીઆર, પંખા જેવી તમામ વસ્તુઓનું સંચાલન કરી શકે છે. એક જ યુનિવર્સલ રિમોટથી ઘરનાં બધાં સાધનો ચાલે પરંતુ યુનિવર્સલ રિમોટ ઘણું મોઘું હોવાથી વ્યવહારમાં ઉપયોગ થતો નથી.
સૌજન્ય : gujaratsamachar