આમ તો તમે લોકોને કહેતા
સાંભળ્યા હશે કે પાણીને કોઈ રંગ હોતો નથી; પરંતુ જો તમને કોઈ આવું કઈ રહ્યું છે તો તે
ગુલાબી તળાવ વિશે કશું જાણતાં નથી. આ તળાવ 'પિંક લેક'નાં નામે ઓળખાય છે, જે
ઓસ્ટ્રેલિયામાં આવેલું છે.
આ તળાવ લોકોનું આકર્ષણ રહ્યું છે. તેમની
લંબાઈ અને પહોળાઈ તો વિશાળ નથી; પરંતુ ઘણી જ નાની છે. સાચે જ દુરથી જોનારને લાગે કે જાણે
સ્ટ્રોબેરી નાં હોય. આ લેકનું અસલી નામ 'સલીના ધ ટોરેવીયેજા' છે, જે પોતાનાં દેશની
વિશિષ્ટ ખાસિયત છે. આ તળાવનું ક્ષેત્રફળ માત્ર 600 મીટર જ છે તેમજ ચારેબાજુ પેપરબાર્ક અને
યુકેલીષ્ટક્સનાં વૃક્ષોથી ઘેરાયેલ છે.
વાસ્તવમાં આ તળાવનું પાણી ગુલાબી એટલાં
માટે છે કારણ કે તેમાં મીઠાની માત્રા ખુબ જ વધારે હોય છે. જેથી જયારે સૂર્યનાં
કિરણો આ તળાવ પર પડે છે ત્યારે તે સ્ટોબેરી જેવાં ગુલાબી રંગમાં બદલાય છે. એવું
કહેવાય છે કે આ તળાવ બેક્ટેરિયાથી ભરી પડેલ છે પરંતુ તેમાં નહાવાથી વ્યક્તિના
શરીરને કોઈ જ નુકસાન થતું નથી.
સૌજન્ય : gujaratsamachar