કાળા રંગનો ચીકણો અને પીગળ્યા પછી જામીને કઠણ
થઈ જતો ડામર જમીનમાંથી નીકળતું
ઓર્ગેનિક પ્રવાહી
છે. કુદરતી ડામર દરિયાના તળિયેથી જમીનના પેટાળમાં મૃત્યુ પામતા દરિયાઈ જીવોના અવશેષોમાંથી બનેછે.
પૃથ્વીના પેટાળના પ્રચંડ દબાણ હેઠળ હજારો વર્ષની પ્રક્રિયા વડે કુદરતી તેલ, કોલસા, વગેરેની જેમ ડામર પણ સંગ્રહ થાય છે અને પૃથ્વીની પ્લેટોના હલનચલનથી તે સપાટી પર આવે છે.
પ્રાચીન કાળમાં બેબીલોન, ગ્રીસ, ઇજીપ્ત અને રોમમાં મકાનોની દીવાલોને વરસાદી પાણીથી રક્ષણ આપવા ડામરનું પડ ચડાવવામાંઆવતું. કેનેડામાં ડામરના મોટા ભંડાર છે. કુદરતી તેલમાંથી પણ ડામર મેળવવામાં આવે છે. ડામર સલ્ફરયુક્ત અને ગંધ મારતો પદાર્થ છે. તેમાં સૂક્ષ્મ પ્રમાણમાં ધાતુઓ પણ હોય છે. ડામરનો ઉપયોગ રોડ બનાવવા ઉપરાંત જહાજ, વહાણોના લાકડાના પડખાને વોટરપ્રુફ કરવા માટે પણ થતો આવ્યો છે.