* ઊંટ ૪૦૦ કિલોગ્રામ
કરતાંય વધુ વજન ઊંચકીને રણપ્રદેશમાં સહેલાઈથી લાંબા અંતરનો પ્રવાસ કરી શકે છે. ઊંટનો માલવાહક
પ્રાણી તરીકે ૩૦૦૦ વર્ષથી ઉપયોગ
થાય છે.
* ઊંટ રણપ્રદેશની ગરમી અને ઠંડી સહન કરી શકે છે. તેના પગ લાંબા હોવાથી તેનું શરીર ગરમ જમીનથી ઘણું દૂર રહે છે.
* ગરમી, પવન અને ઊડતી રેતીથી બચવા ઊંટની આંખ પર બે પોપચા હોય છે અને તેના કાન પર વાળ હોય છે.
* રેતી પર ચાલવા માટે તેના પગના તળિયા પહોળી ગાદી જેવા હોય છે તે ૬૦ કિલોમીટરની ઝડપથી દોડી શકે છે.
* ઊંટની પીઠ ઉપરની ખૂંધમાં પાણીનો સંગ્રહ થાય છે તે વાત ખોટી છે. પાણીનો સંગ્રહ તેની કિડની અને આંતરડામાં થાય છે. ખૂંધમાં વધારાની ચરબી હોય છે.
* ઊંટ ચાલે ત્યારે એક તરફના બંને પગ ઊપાડીને આગળ મૂકે છે અને પછી બીજી બાજુના પગ આ ઊંટની વિશિષ્ટતા છે.
* ગોબીના રણમાં થતા ઊંટને બે ખૂંધ હોય છે.
* બેકિટ્ટયન ઊંટના શરીર પર શિયાળામાં ભરચક વાળ હોય છે તેથી તીવ્ર ઠંડી સહન કરી શકે છે. ઉનાળામાં વાળ ખરી જાય છે એટલે ગરમી સહન કરી શકે છે.
* ઊંટના દરેક અંગ વધુ લાંબા હોય છે તેની ડોક પણ લાંબી હોય છે કે જેથી સહેલાઈથી જમીન સુધી પહોંચી ઘાસ ખાઈ શકે છે.
* ઊડતી રેતીથી બચવા માટે ઊંટ તેના નસકોરા ઇચ્છા મુજબ ઉઘાડ બંધ કરી શકે છે.