Republic Day - 2019

26 December 2018

વિશ્વનું સૌથી ઝડપી પ્રાણી ચિત્તો



 * ચિત્તો કલાકના ૧૧૩ કિલોમીટરની ઝડપે દોડતું વિશ્વનું સૌથી ઝડપી પ્રાણી છે. આ ઝડપ તે થોડી સેકંડમાં જ મેળવી લે છે.
* ચિત્તો તેના કૂળનું સૌથી નાનું પ્રાણી છે. તેનું વજન ૪૫ થી ૫૦ કિલો હોય છે.
* ચિત્તાના ચહેરા પર આંખથી મોં સુધી કાળી રેખાઓ તેની વિશિષ્ટ ઓળખ છે.
* ચિત્તા ગર્જના કરી શકતા નથી, સ્વભાવે ડરપોક છે. તેની નજર શક્તિશાળી હોય છે. તે ઝાડ પર ચઢી શકતા નથી.
* ચિત્તાની મુખ્ય પાંચ જાતમાં એશિયન ચિત્તા, નોર્થ આફ્રિકન, સાઉથ આફ્રિકન, સુદાન અને ટાન્ઝાનિયાના ચિત્તા છે.
* ચિત્તાના શરીર પર લગભગ ૨૦૦૦ કાળાં ટપકાં હોય છે. દરેક ટપકું દોઢથી બે ઈંચ વ્યાસનું હોય છે.
* ચિત્તાની સુંઘવાની શક્તિ ગજબની છે. તે જમીન સુંઘીને રસ્તો શોધે છે.
* ચિત્તાના શ્વાસોચ્છવાસની ઝડપ મિનિટે ૬૦ની હોય છે પરંતુ દોડતી વખતે તે મિનિટે ૧૫૦ વખત શ્વાસ લે છે.
* ચિત્તા ૫૦૦ મીટર કરતાં વધુ લાંબું અંતર દોડી શકતા નથી. દોડતી વખતે તેના શરીરની ગરમીમાં ૫૦ ટકાનો વધારો થાય છે.

સૌજન્ય : gujaratsamachar