Republic Day - 2019

30 December 2018

જયપુર: જંતરમંતરનું રામયંત્ર



જયપુરમાં આવેલા જંતરમંતરમાં આકાશદર્શન માટેના ભૌમિતિક બાંધકામોમાં રામયંત્ર કોઈપણ ગ્રહ કે તારાનું સ્થાન બતાવે છે. બે વર્તુળાકાર ઇમારત જેવા આ બાંધકામની દીવાલમાં બાકોરા છે. આ બાકોરામાંથી ગ્રહ કે તારાનું દર્શન કરવાનું હોય છે. 
ઇમારતની વચ્ચે એક થાંભલો છે. આ થાંભલાની ટોચે એક દોરી બાંધેલી છે. આ દોરીનો બીજો છેડો હાથમાં પકડી આંખ આગળ રાખી ઇમારતમાં  આઘાપાછા થઈ દોરીની સીધમાં આવતાં ગ્રહ કે તારાનું દર્શન કરવાનું હોય છે.

દોરીની સીયમાં આકાશમાં દેખાતો તારો ક્યાં છે તે જાણવું હોય તો દોરીના બીજા છેડાની સીધી રેખામાં દીવાલ પર જોવાનું. દીવાલે જે તારાનું સ્થાન અંકિત થયેલું હશે. તારા દર્શન પર પગથિયાં પણ ચડ ઉતર કરવા પડે. દીવાલ ઉપર તેમજ ફર્શ ઉપર પણ તારામાં સ્થાન અંકિત કરેલા હોય છે. આ યંત્રમાં સૂર્યનું સ્થાન જોઈ શકાતું નથી. કેમકે સૂર્ય તરફ સીધી દ્રષ્ટિથી જોઈ શકાય નહીં.

સૌજન્ય : gujaratsamachar