સામાન્ય રીતે લોકો ધન, પદ કે પ્રતિષ્ઠા
માટે હરિફાઈ કરે પરંતુ ક્રાંતિવીર રાજગુરુ ખતરનાક કામ હંમેશા ભગતસિંહથી પહેલાં જ
મળવું જોઈએ તેવી હરીફાઈ કરતા. તેમનો જન્મ ૨૪ ઓગસ્ટ,૧૯૦૮ના ખેડામાં થયો હતો. તેમનાં એક પૂર્વજ
પંડિત કચેશ્વરને છત્રપતિ શિવાજીના પ્રપોત્રએ રાજગુરુનું પદ આપ્યું હતું, ત્યારથી આ નામ
ચાલ્યું આવે છે. છ વર્ષની ઉંમરે તેમનાં પિતાજીનું દેહાંત થઈ ગયું. અભ્યાસની જગ્યાએ
ખેલકૂદમાં વિશેષ રુચિ હોવાથી તેમનાં ભાઈ નારાજ થઈ ગયા હોવાથી તેમણે ઘર છોડી દીધું.
તેમનો પરિચય સ્વદેશ
સાપ્તાહિક-ગોરખપુરનાં સંપાદક મુનીશ અવસ્થી થયો. થોડાંજ સમયમાં ક્રાંતિકારી દળનાં
વિશ્વસ્ત સદસ્ય બની ગયા. જયારે દળે દિલ્લીમાં એક વ્યક્તિને મારવાનો નિશ્ચય કર્યો
ત્યારે રાજગુરુ અંધારામાં કોઈ બીજાને જ મારી દીધો. તે મસ્ત સ્વભાવનાં યુવક હતાં
તેમજ સુવાના શોખીન હતાં.
રાજગુરુનો સ્વભાવ વાચાળ
હતો. તેમણે પુણેમાં સાંડર્સ વધની ચર્ચા કેટલાય લોકો સાથે કરી. ક્રાંતિ સમર્થક એક
સંપાદકની શવયાત્રામાં ઉત્સાહમાં આવીને કેટલાંય નારા લગાવી દીધાં. તેમાં ગુપ્તચરોની
નજરમાં આવી ગયા, પુણેમાં એક
અંગ્રેજ અધિકારી મારવાનો પ્રયાસ કર્યો પણ સફળતા ન મળી.
બીજાં દિવસે તેમણે
ગિરફ્તાર કરી સાંડર્સ મૃત્યુનો મુકદમો ચલાવીને મૃત્યુ દંડ ઘોષિત કરવામાં આવ્યો. ૨૩
માર્ચ, ૧૯૩૧ના ભગતસિંહ
અને સુખદેવ સાથે ફાંસી પર ચઢી ગયા. મરતાં સમયે તેમને સંતોષ થયો કે બલિદાન
પ્રતિસ્પર્ધામાં તે ભગતસિંહથી પાછળ ન રહ્યાં.
સૌજન્ય : gujaratsamachar