એક સમય હતો જયારે ભારતીય
હોકીનો આખા વિશ્વમાં દબદબો હતો. જેનો યશ મેજર ધ્યાનચંદને આપવામાં આવે છે.
ધ્યાનચંદનો જન્મ ૨૯ ઓગસ્ટ,
૧૯૦૫ના
ઉત્તરપ્રદેશના પ્રયાગમાં થયો હતો. તેમનાં પિતા સેનાના સુબેદાર હોવાથી ૧૬ વર્ષની
ઉંમરે તેમને સેનામાં જોડી કરી દીધા. જ્યાં તેઓ કુશ્તીમાં બહુ રસ લેતા હતા; પરંતુ મેજર બાલે
તિવારીએ તેમને હોકી માટે ઉશ્કેરયા. ત્યારબાદ ધ્યાનચંદ અને હોકી એકબીજાના પર્યાય
બની ગયા.
થોડા દિવસો પછી તેઓ
રેજીમેન્ટ ટીમમાં પસંદગી તેમની પસંદગી કરવામાં આવી. તેમનું મૂળ નામ ધ્યાનસિંહ હતું, પરંતુ તેઓ રાતના
હોકીની પ્રેક્ટીસ કરતા હોવાથી બધાં તેમને ‘ચાંદ’ કહીને બોલાવતા. જે પછીથી ધ્યાનચંદ થઇ ગયું.
૧૯૨૬માં તેમની રાષ્ટ્રીય
ટીમમાં પસંદગી કરવામાં આવી. તે જ વર્ષે તેઓ ન્યુઝીલેન્ડ રમવા ગયા. બોલ તેમની પાસે
આવે પછી બીજા કોઈ ખેલાડી પાસે જતો જ નહોતો. તેથી કેટલીય વાર તેમની હોકી તપાસવામાં
તેમજ બદલાવવામાં આવતી પરંતુ તેમની અત્યાધિક પ્રેક્ટીસને લીધે તેઓ હંમેશા વિજયી
બનતા. તેથી લોકો તેમને ‘હોકીના જાદુગર’ કહેતા.
ભારતે પ્રથમ વખત ૧૯૨૮માં
એમ્સ્ટર્ડમ ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હતો. જેમાં ભારતે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.
૧૯૩૬માં બર્લિનની ઓલમ્પિકમાં તેમને ટીમના કપ્તાન બનાવવામાં આવ્યાં. એમાં પણ તેમણે
સુવર્ણચંદ્રક જીત્યો.
ઓસ્ટ્રિયાની રાજધાની
વિયેનાનાં એક સ્ટેડિયમમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. ૪૨ વર્ષની ઉંમરે
તેમણે અંતરરાષ્ટ્રીય હોકીમાંથી સંન્યાસ લઇ લીધો. થોડા સમય માટે તેઓ રાષ્ટ્રીય ખેલ
સંસ્થાનમાં હોકીના શિક્ષક રહ્યા.
ભારતનાં આ મહાન સપૂતને
શાસક દ્વારા ૧૯૫૬માં ‘પદ્મભૂષણ’થી સન્માનિત
કરવામાં આવ્યાં. ૩ ડીસેમ્બર, ૧૯૭૯ના તેમનું મૃત્યુ થયું. તેમના જન્મદિવસ ૨૯ ઓગસ્ટના
દિવસે ભારતમાં ‘ખેલ દિવસ’નાં રૂપમાં
મનાવવામાં આવે છે.
સૌજન્ય : gujaratsamachar