દુનિયામાં જયારે પ્રદુષણ
વધતા પાણી, હવા પણ પ્રદુષિત
બન્યા છે ત્યાં પીવાનું શુદ્ધ પાણી પણ મળવું મુશ્કેલ છે તેથી જ દુનિયાની મોઘા
પાણીની કંપનીઓનું ચલણ પણ વધ્યું છે. ઘણા ધનિક લોકો આ પાણી ખરીદે છે. જયારે લોકોને
ખબર પડી કે વિરાટ કોહલી ૬૦૦ રૂપિયે લીટર પાણી પીવે છે ત્યારે બધાનાં હોશ ઉડી જ ગયા
હશે. હેરાન થવાની વાત તો ત્યાં છે કે લોકો એક દિવસમાં ૬૦૦ રૂપિયા કમાતા પણ નહિ હોય
ત્યાં કેટલાંક લોકો પાણીની એક બોટલ જ આટલાં ઊંચા ભાવથી ખરીદતા હોય છે.
પરંતુ તમને એવું લાગી
રહ્યું હોય કે આ દુનિયાનું સૌથી મોઘું પાણી હશે! પરંતુ દુનિયાની કેટલીય કંપનીઓ
હજારો રૂપિયાનું પાણી વેચે છે અને લોકો તેને ખરીદે પણ છે. હવે જેમની પાસે બેશુમાર
પૈસા છે તો એનું શું કરશે?
તો આવો આપણે
દુનિયાની સૌથી પાંચ મોંઘી બોટલો વિશે જાણીએ, જેમની કિંમત સાંભળતા જ તમારો પસીનો નીકળી જશે
અને તમે ફ્રીજ તરફ દોડી જશો.
વીન : વીનનું પાણી
ફિનલેન્ડથી આવે છે. તેમનાં વિશે કહેવાય છે કે આ ધરતીનું સૌથી શુદ્ધ પાણી છે.
તેમનાં વિશે દાવો કરતાં કહેવાય છે કે બીજાં પાણીનાં મુકાબલે તે તમારી તરસ સૌથી
ઝડપથી બુઝાવશે. તેમની કિંમત $૨૩/૭૫ એમ.એલ. એટલે કે લગભગ ૧૫૦૦ રૂપિયા છે.
બ્લિંગ એચ ટૂ ઓ : આ પાણી
છે કે h2o. આ પાણીની ખાસિયત
જ તેમનું નામ છે. તેમને સાંભળીને મનમાં ઘરેણાનો ખ્યાલ આવી જાય છે. આ બોટલ પર નગ
જોડેલા હોય છે, જેમની કારણે પાણી
પીધા બાદ તમારી તરસ વધારે બુઝશે. આ બોટલ શૈમ્પેનની બોટલની જેમ ખોલાય છે. આ પાણીની
કિંમત $૪૦/૭૫૦ એમએલ એટલે
કે ૨૫૦૦ રૂપિયાથી ઉપર. જો આટલાનું પાણી પીવું હશે તો શાયદ સામાન્ય લોકો તરસ્યાં જ
મરી જશે.
ફિલિકો : આ કંપનીનાં
પાણીની તો ખબર નહિ; પરંતુ બોટલ
શંતરજનાં રાજા-રાણી જેવી જોવા મળે છે. આથી આ પાણી રાજા-રાણી જ પી શકે છે. તેમનું
ઢાંકણ કંઈ સામાન્ય નહિ; પરંતુ સોનાનાં
મુગટ જેવું હોય છે. આ પાણી જાપાનનું છે અને તેમની કિંમત ફક્ત $219 એટલે કે ૧૪,૧૨૮ રૂપિયા.
સામાન્ય લોકો માટે આ કોઈ મજાકથી ઓછું નથી.
કોના નિગારી વોટર :
તેમનું નામ જ કેટલું ખતરનાક લાગી રહ્યું છે. આ પણ એક જાપાનની એક બ્રાંડ છે.
કંપનીની માને તો આ પાણી પીવાથી વજન ઓછું થઈ શકે છે. આ પાણી હવાનાં સમુદ્રનાં
કેટલાંક ફૂટ નીચેથી એકઠું કરવામાં આવે છે. આ પાણીમાંથી નમકને નીકાળી દેવામાં આવે
છે. હવે આટલી મહેનત પછી તેને તૈયાર કરવામાં આવે તો તેની કિંમત પણ આસમાનને આંબી
જનાર જ હશે ને! જી હા! તેમની કિંમત $૪૦૨/૭૫૦ml એટલે કે ૨૬,૦૦૦ રૂપિયા છે. અરે ભલા આટલી સેલેરી તો
એન્જીનિયરને પણ નહિ મળતી હોય.
એકવા ડી ક્રિસ્ટલો
ટ્રિબુટો એ મોડીગ્લિએની : પાણીનું નામ વાંચવામાં જ કેટલું ભયંકર અને ખતરનાક લાગી
રહ્યું છે; તો તેમની કિંમત
અને ખાસિયત શું હશે? દરઅસલ, આ દુનિયાનું સૌથી
મોંઘુ પાણી છે. તેમની કિંમત ૬૦,૦૦૦ ડોલર છે. જી હા, લગભગ ૩૮ લાખ ૭૦ હજાર રૂપિયા છે તેમની કિંમત.
તેમની ખાસિયત એ છે કે આ બોટલ શુદ્ધ સોનાથી બનેલી છે. સોના સિવાય પણ તેમાં બીજાં
મોંઘા રત્નો પણ મળે છે. આ બોટલ એક લેધરનાં કેસમાં આવે છે. સાથેસાથે તેમનાં પાણીમાં
5 ગ્રામ સોનાની
ભસ્મ મળે છે.
હવે જયારે બોટલ જ સોનાની
અને પાણી પણ સોનાની ભસ્મથી બનેલ હોય તો ભલા આ પાણી કોણ પીતું હશે? લોકો આ પાણીને
લોકરમાં જ રાખતા હશે!!
થઇ ગયા ને આશ્ચર્યજનક
!!!!
સૌજન્ય : gujaratsamachar